સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 26th June 2018

જામનગરના મોટી ખાવડીમાંથી ૩ બાળકોનું અપહરણ

કોર્ટ કમ્પાઉન્ડમાં ડેનીયલ ગવઇને પ્રતિક ભટ્ટ સહિત ૫ શખ્સોએ માર માર્યો

જામનગર તા. ૨૬ : મોટીખાવડી ગામે રહેતા સદામ મુન્નાભાઈ મુસ્લીમએ મેઘપર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, મોટી ખાવડી ગામે આરપીએલ પાસેથી કોઈ અજાણ્યા ઈસમોએ ફરીયાદીના સગીરભાઈ સમીર ઉ.વ. ૧૬, પરસોતમ ઉર્ફે ભોલો ગોસાઈ ઉ.વ. ૧૪, કમલેશ છોટેભાઈ કુશવા ઉ.વ. ૧પ ને કોઈ અજાણ્યા ઈસમો અપહરણ કરી લઈ જઈ ગુન્હો કરેલ છે.

માર માર્યાની રાવ

અહીં મુરલીધર સોસાયટીમાં રહેતો ડેનીયલ આનંદરાવ ગવઈ ઉ.વ. ૬૦ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, કોર્ટ કંમ્પાઉન્ડમાં પ્રતિક ભટૃ તથા તેની સાથેના અજાણ્યા પાંચ શખ્સોએ કહેલ કે તે કોર્ટના જજ સામે કેમ ફરીયાદ કરેલ છે તેમ કહેતા ફરીયાદીએ કહેલ કે તે કાયદાકીય લડત છે તેમાં તમારે કાંઈ લેવા દેવા નથી તેમ કહેતા પ્રતિક ભટૃે એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને મુકકા મારી તથા અજાણ્યા ઈસમોએ ગેરકાયદે મંડળી રચી ઢીકાપાટુનો માર મારી ફરીયાદી તથા તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ છે.

ધ્રાફા ગામેથી કારમાંથી  ૭૬ બોટલ સાથે બે ઝડપાયા

શેઠવડાળા પોલીસ મથકના એમ.જે.જાડેજાએ ધ્રાફા ગામેથી દેવાભાઈ હદાભાઈ છેલાણા, લાધાભાઈ ઉર્ફે હેમત હદાભાઈ છેલાણાને પોલીસે રોકી કારની તલાસી લેતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડની ઇગ્લીશ દારૂની ૭૬ બોટલો કિંમત રૂ. ૩૮ હજાર તથા અલ્ટ્રો કાર જી.જે.૧ર–એકે–૩૬૯૯ કિંમત રૂ. ૮૦ હજાર મળી કુલ રૂ. ૧.૧૮ લાખની મતા સાથે ઝડપી પાડયા હતા.

એસ.ટી.ડેપો પાસેથી મોટરસાયકલ ચોરાયુ

અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મુકુદભાઈ મોહનભાઈ પટેલ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.રર–૬–ર૦૧૮ના એસ.ટી.ડેપો સામે, યુનિક હોસ્પિટલ પાછળ, જામનગરવાળાનું હીરો હોન્ડા કંપનીનું સ્પેલન્ડર મોડલ નું મોટરસાયકલ જેના રજી.નં.જી.જે.–૧૦ એસ. ૦૧૧૧ કિંમત રૂ.૧૭૦૦૦નુ યુનિક હોસ્પિટલ પાછળ પાર્ક કરેલ હતુ તેની કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

દારૂની બોટલ સાથે  એક ઝડપાયો

અહીં સીટી સી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કમલેશભાઈ દેવરાજભાઈ રબારી એ ફરીયાદ નોંધાવી છે કે , ખોડીયાર કોલોની મંદિર પાસે આ કામના આરોપી કાયાભાઈ કરશનભાઈ સાખરા રે. જામનગરવાળા એ પોતાના કબ્જામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ઈંગ્લીશ દારૂની બોટલની હેરાફેરી કરી વેંચાણ અર્થે કબ્જામાં રાખી રેઈડ દરમ્યાન ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–ર૦ જેની કિંમત  રૂ.૮૦૦૦ તથા મોટરસાયકલ કિંમત રૂ.૧૦,૦૦૦ મળી કુલ રૂ. ૧૮,૦૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

અહીં પંચ બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મહેન્દ્રભાઈ રમેશભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, નાઘેડી ગામે વાડી વિસ્તાર રાજશીભાઈની વાડી પાસે આઈદાન કલ્યાણભાઈ રાજાણી, રાજા નકાભાઈ મીર, રે. જામનગરવાળા એ પોતાના કબ્જા માં ગેરકાયદેસર પાસ પરમીટ વગર એક ઈંગ્લીશ દારૂની બોટલ આશરે ૪૦૦ મીલી ભરેલ મેગ્ડોવેલ નંબર ૧ શીલ તુટેલી જે બોટલના લેબર ઉપર મેગ્ડોવેલ નંબર –૧ ફોર સેલ ઈન હરિયાણા ઓન્લી સુપરીયોર વ્હિસ્કી ઓરીઝનલ લખેલ જેની કિંમત રૂ.ર૦૦ ગણી તેમજ હીરો સ્પેલેન્ડર મોટરસાયકલ રજી.નં. જી.જે.૧૦ બી.એમ. ૧૭૯૮ વાળાની કિંમત રૂ.ર૦,૦૦૦ ગણી કુલ કિંમત રૂ.ર૦ર૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(11:40 am IST)