સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th May 2023

જૂનાગઢ : ગૌટેક એકસપોની મુલાકાતે આગેવાનો

 જૂનાગઢ : રાજકોટ શહેરમાં દેશમાં પ્રથમ ગૌ આધારિત ગૌ ટેક એક્‍સ્‍પોનુ આયોજન કરવામાં આવેલ. જેમાં  કિશોરભાઈ વોરાનો નિરાલી પેઇન્‍ટસનો સ્‍ટોલ આવેલો છે. જેમાં ગોબરમાંથી વોલ પેઈન્‍ટ બનાવવામાં આવે છે. જેમની મુલાકાતે પ.પૂ. શ્રી માધવ પ્રિયદાસજી સ્‍વામી છારોડી ગુરુકુળ અને રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, રાજ્‍યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, રાજ્‍યના પૂર્વ નાણામંત્રી, વજુભાઈ વાળા, રાજ્‍યના પૂર્વ પશુપાલન મંત્રી દિલીપભાઈ સંઘાણી અને ભારત સરકારના પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા અને ભારત સરકારના ગૌ સેવા આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયાની  શુભેચ્‍છા મુલાકાત કેતનભાઈ બોરીસાગરએ લીધી હતી.(અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા જૂનાગઢ)

(1:18 pm IST)