સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th May 2023

ગીર સોમનાથના આંકોલવાડી ખાતે તપોવન વિદ્યા સંકુલમાં સર્વ રોગ નિદાન કેમ્‍પ

(દેવાભાઇ રાઠોડ દ્વારા)પ્રભાસ પાટણ તા. ૨૬ : ગીર સોમનાથ જિલ્લામાં આંકોલવાડી ગામે આવેલ તપોવન વિદ્યા સંકુલના ટ્રસ્‍ટી રાજુભાઈ પાનેલિયાના જન્‍મ દિવસ નિમિત્તે રાજકોટના નામકિત સુપર સ્‍પેશીયા લીસ્‍ટ ડોક્‍ટરોની ટીમ દ્વારા વિનામૂલ્‍યે સારવાર અને દવાઓ આપવામાં આવશે.

ગોકુળ હોસ્‍પિટલ રાજકોટના સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે. તા ૨૮ને રવિવારે સવારે ૯:૩૦ થી ૧:૩૦ સુધી સર્વ રોગ નિદાન કેમ્‍પ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સારવાર અને દવાઓ વિના મૂલ્‍યે આપવામાં આવશે. આ કેમ્‍પ મા સુપર સ્‍પેશીયા લીસ્‍ટ ડોક્‍ટરોમાં ડો.ડેનીશ રોજીવાડીયા હૃદય રોગના નિષ્‍ણાત, ડો.ત્રિસાત ચોપાઇ મગજ અને કરોડરજ્જુની સર્જરીના નિષ્‍ણાંત, ડો. હિરેન વાઢીયા ફેફસાના રોગના નિષ્‍ણાંત, ડો. ઉરમેશ પટેલ ઓર્થોપેડીક, નરેશ સાપરીયા યુરોલોજીસ્‍ટ, ડો. શાદ લાલાણી કાન ગળા નાકના નિષ્‍ણાંત, ડો. સાગર લાલાણી બાળકોના મગજના રોગોના નિષ્‍ણાંત, ડો. અલ્‍પા વાઢીયા ગાયનેક સહિતના ડોક્‍ટરની ટીમ દ્વારા વિનામૂલ્‍યે સારવાર અને દવાઓ આપવામાં આવશે. તો આ કેમ્‍પનો સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં લોકો લાભ લે તેવુ રાજુભાઈ પાનેલિયાએ જણાવેલ છે.

(10:47 am IST)