સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th May 2022

જુનાગઢમાં વાદળાને લઇ અસહય ઉકળાટ - બફારો

ગિરનાર રોપ-વે સેવા રાબેતા મુજબ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૬  : જુનાગઢમાં વાદળાને લઇ સવારથી અસહય ઉકળાટ અને બફારોએ માજા મુકી છે.

આજે સતત છઠ્ઠા દિવસે પણ વાદળમય વાતાવરણ રહેતા  ખેડુતોની ચિંતા વધી છે. સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ર૬ ડીગ્રી રહેલ અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭પ ટકા રહેતા ઉકળાટ અને બફારો વધ્‍યા હતા.

બીજી તરફ આજે પવનની ગતિ ધીમી હોવાથી ગિરનાર રોપ-વે  સેવા રાબેતા મુજબ રહી છે.

જુનાગઢમાં પવનની પ્રતિ કલાકની ઝડપ ૮.૪ કિ.મી.ની રહી હતી.

(1:37 pm IST)