સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th May 2022

ટંકારામાં ડી.એસ.પી. રાહુલ ત્રિપાઠીનો લોકદરબાર યોજાયો

 ટંકારા ,તા.૨૬ : ટંકારા પોલીસ મથકે નવનિયુકત જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ ઈન્‍સ્‍પેકશન કર્યા બાદ  લોકદરબાર યોજ્‍યો હતો. લોકદરબારમા ડી.એસ.પી. રાહુલ ત્રિપાઠીએ સૌ-થમ ઉપસ્‍થિતોના પરીચય કેળવી પોલીસ કામગીરી અંગે કોઈ પ્રશ્‍ન હોય, પોલીસ કયાંય દમન કરતી હોય તો કોઈ ડર વગર મોકળા મને રજુઆત કરવા આહવાન કર્યું હતુ. ઉપરાંત, અન્‍ય સરકારી વિભાગોમા જતા લોકોને અન્‍ય વિભાગોના પ્રશ્‍નનો હોય તો તેની રજુઆત પણ સાંભળી તેનુ નિરાકરણ લાવવા પોતે પ્રયાસ કરવા ખાતરી આપી હતી. આ તકે, ટંકારાના જયેશભાઈ ભટાસણાએ તાલુકા મથકે શનિવારે અને બુધવારે વિકલી બજાર ભરાતી હોય ભીડ નો લાભ લઈ ચીલઝડપ સહિતના બનાવો બનતા હોવાથી  ગામમા હાલ બંધ પડેલા જુના પોલીસ મથકમા ચોકી ચાલુ કરવા માંગણી કરી હતી. પોલીસવડાએ નિવેડો લાવવા ખાતરી આપી હતી. જ્‍યારે, એડવોકેટ સિરાજભાઈ અબ્રાણીએ પ્રજામા કાયદાકીય જાણકારી માટે સમયાંતરે લીગલ અવરનેસ માટે આયોજન કરવા રજુઆત કરી હતી. લોકદરબારમા તાલુકાના ટોળ ગામના ઘેલાભાઈ ફાંગલીયાએ દુરના ગામડાના ધાર્મિક સ્‍થળો, મંદિરોને છાસવારે તસ્‍કરો નિશાન બનાવતા હોય પોલીસ પેટ્રોલીંગ વધારવા માંગણી કરી હતી. જીલ્લા પોલીસ અધિક્ષકે તમામ પ્રશ્‍નને યોગ્‍ય કરવાની ખાતરી આપી હાઈવે પર અકસ્‍માતનુ -માણ અન્‍ય હાઈવે કરતા વધુ હોવાથી ટુ વ્‍હીલર ચાલકોને હેલ્‍મેટ પહેરવા સુચના આપી હતી. ઉપરાંત, પંથકના ફેક્‍ટરી માલિકોને મજુરો,વર્કરોને  ટ્રાફિક સેન્‍સનુ પાલન કરે તે જોવા અનુરોધ કર્યો હતો.

(1:11 pm IST)