સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th May 2022

દ્વારકામાં ગાયોમાં ફેલાયેલ રોગચાળામાં ૩૦૦ ગાયો બિમાર, ૧૧ના મોત, ૧રપ ગાયો સાજી થઇ

કૃષ્‍ણની કર્મભુમિમાં ગાયોમાં રોગચાળાથી ભાવિકો ચિંતામા

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા.ર૬ : કૃષ્‍ણની કર્મભુમિ દ્વારકામાં ગાયોમાં છેલ્લા એકાદ માસ દરમિયાન ગાયોમાં ફેલાયેલ રોગચાળાને લીધે બિમાર ૩૦૦ ગાયો પૈકી ૧૧ ગાયોના મોત થયા છે. જયારે કૃષ્‍ણની ભુમિમાં જ કૃષ્‍ણપ્રિય ગાયોમાં ફેલાયેલ રોગચાળાથી ભાવિકોમાં ભારે ચિંતા પેઠી છે.

યાત્રાધામ દ્વારકામાં છેલ્લા એકાદ માસમાં ખાસ કરીને છેલ્લાં એક પખવાડીયામાં શેહર તેમજ આસપાસના વિસ્‍તારોમાં ગાયોમાં રોગચાળો ફાટી નીકળતા શહેર તથા આસપાસની આશરે ૩૦૦ જેટલી ગાયો બિમારીમાં સપડાઇ છે. જે પૈકી બિમાર ૧૧ ગાયોના મોત નીપજયા છે. જયારે ૧૦૦ થી ૧રપ જેટલી ગાયો સાજી થઇ ગઇ છે. બિમાર ગાયોને દ્વારકા નગરપાલિકા સંચાલિત મહિલા બાગમાં રાખવામાં આવી છે. જયાં ૧પ૦ ગાયો હજુ પણ સારવાર હેઠળ છે.

જે ગાયોને અસર થઇ છે તેને મહિલા બાગમાં સારવાર માટે રાખવામાં આવે છે. જયારે જે ગાયો સાજી થઇ છે તેને સુદામા પુરીમાં રાખવામાં આવી રહી છે. ૧૦ જેટલા ખાનગી અને સરકારી ડોકટરો બિમાર ગાયોની સારવાર કરી રહયા છે. જયારે દ્વારકામાં ગૌભકતો મીતેશભાઇ બુજડ, પંડા હાર્દિકભાઇ વાયડા, ધવલભાઇ દાવડા, વિગેરે દ્વારા સારવારની કામગીરી ચાલી રહી છે. બિમાર ગાયોમાં મુખ્‍યત્‍વે પગમાં સોજા આંતરડામાં સોજા જેવી બીમારી જોવા મળી રહી છે. કૃષ્‍ણની કર્મભુમિમાં કૃષ્‍ણપ્રિય ગાયોમાં રોગચાળો ફેલાવાથી ભાવિકોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે.

 

 

 

 

 

 

 

 

 

વીરપુરમાં પાણીની સમસ્‍યા વિકરાળ બનીઃ ત્રણ જેટલા તળાવોનું રિપેરીંગ કરવા ખેડુતોની માંગ

અનેક રજૂઆત છતાં તંત્રની બેદરકારી

વીરપુર (જલારામ):તા ૨૬: ઉનાળામાં પાણીની સમસ્‍યા વિકરાળ બને છે. જેમાં પીવાના પાણી તથા પિયત માટેના પાણીનો પ્રશ્નો મુખ્‍ય હોય છે . વીરપુરમાં ૩ જેટલા ચેકડેમો અને તળાવો લીકેજ હોવાથી ખેડુતોને પિયત માટેના પાણીની અછત સર્જાઇ છે. વધુ જમીનમાં પિયતનું પાણી પૂラરુ પડે છે. પરંતુ ગત વર્ષ પાણીના વધારે વહેણ અને નબળા કામકાજને કારણે તળાવો લીકેજ થયા હતા. આ સંબંધે ખેડૂતોએ અધિકારીઓનું ધ્‍યાન દોરવા છતાં તંત્ર દ્વારા કોઇ કામગીરી થઇ નથી. અને આ ખાલી તળાવો ક્રિકેટના મેદાન બન્‍યા છે.

ચોમાસું આવે તે પૂર્વે સ્‍થાનિક ખેડૂતો અને લોકોની માંગ સાથે નક્કર કામગીરી સરકાર દ્વારા થાય તો આવતા વર્ષ માટે  પાણી સાચવી શકાય જે જમીન ખેડુતો માટે વરદાનરૂપ સાબિત થાય.

(11:33 am IST)