સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th May 2018

ભાવનગરના ગારિયાધારમાં રહેતી સાળીને રૂપિયા ૧૭ લાખનો ધૂંબો મારતા બનેવીઃ રૂપિયાની ઉઘરાણી કરતા ખુનની ધમકી

સુરતઃ ભાવનગરના ગારીયાધાર તાલુકાની શિવશક્તિ સોસાયટીમાં રહેતા સેફાલીબેન કાલુ સવાણી (ઉ.વ.૩૪) મંદિરમાં સેવા પૂજાનું કામ કરે છે. સેફાલીએ ગઈકાલે તેના બનેવી હિરેન ભરત જાસોલિયા (રહે, સંતલાલ સોસાયટી, હીરાબાગ વરાછા) સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. જેમાં સેફાલીબેને જણાવ્યું હતું કે આરોપી હિરેન જાયોલિયા જમીનના ધંધા સાથે સંકળાયેલા છે. હિરેન જાસોલિયાએ માર્ચ ૨૦૧૭માં બેન્કમાંથી હરાજીમાં મિલકત ખરીદવા માટે અને ધંધાના કામ માટે રૂ. ૧૭,૫૦,૦૦૦ હાથ ઉછીના લીધા હતા. હિરેને આ પૈસા ૩૦મી ડિસેમ્બર ૨૦૧૭માં પૂરેપૂરા ચૂકવી દેવાની બાંહેધરી આપી હતી.

જે સમય વિતી જવા છતાંયે પૈસા ચૂકવ્યા ન હતા અને ખોટા ખોટા વાયદાઓ કરતા હતા. દરમિયાન સેફાલીબેન કતારગામ સરગમ સોસાયટીમાં રહેતા તેના માતા પિતાના ઘરે રહેવા માટે આવ્યા છે અને હિરેનને ફોન કરી રૂપિયાની માંગણી કરતા હિરેને પૈસા નહીં આપી હવે પછી રૂપિયા માંગશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(6:42 pm IST)