સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th May 2018

રાણા રોજીવાડાના પાટીયેથી દેશીદારૂ ભરેલી બીજી ઝાયલો કાર ઝડપાઇ

કાલે જે સ્થળેથી ઇંગ્લીશ દારૂ ભરેલી કાર ભાણવડ પોલીસે ઝડપી હતી તે

ભાણવડ પોલીસે ગઇકાલે જે સ્થળેથી વિદેશી શરાબ ભરેલી કાર ઝડપી પાડી હતી તે જ રાણા રોજીવાડાના પાટીયેથી આદે દેશી શરાબ ભરેલી કાર સાથે એક શખ્સને દબોચી લીધો છે

 

ભાણવડ તા.૨૬: ભાણવડ નજીકથી છેલ્લા ચોવીસ કલાકમાં એક જ જગ્યા પર દારૂ ભરેલી બે કાર ભાણવડ પોલીસે ઝડપી પાડેલ છે ગઇકાલે મારૂતિ-૮૦૦ માં ઇગ્લીશ દારૂની ૧૦૮ બોટલ ઝડપાઇ હતી ત્યારે આજે એ જ રાણા રોજીવાડાના પાટીયા પાસેથી દેશી દારૂ ભરેલી ઝાયલો કારને ઝડપી પાડવામાં આવેલ હતી.

પોલીસ ચોપડેથી પ્રાપ્ત વિગત મુજબ ભાણવડ પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાંથી આજે સવારે પરત ફરી રહ્યો હતો ત્યારે મળેલી ચોક્કસ બાતમી મુજબ તાલુકાના રાણપર ગામ તરફથી એક ઝાયલો કાર ખંભાળીયા તરફ જઇ રહેલી છે તેમાં દેશી દારૂ ભરેલો ચે. બાતમી હકિકતના આધારે સ્ટાફે ગઇકાલે જે સ્થળે વોચ રાખી હતી તે જરાણા રોજીવાડાના પાટીયે આજે પણ વોચ ગોઠવી હતી ત્યારે બાતમી મુજબની ઝાયલો કાર નં.જીજે-૫ સીએમ ૦૯૨૮ નિકળતા રાખવામાં આડસની ડાબી બાજુ કાવો મારી નિકળવા જતાં કાર સાઇડની નાલીમાં ઉતરી ગઇ હતી જેનો લાભ લઇ બે શખ્સો પૈકી એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે ગાડીની તલાસી લેતા તેમાં બાચકામાં ભરીને દેશી દારૂ લી.૮૦૦ કિ.રૂ.૧૬૦૦૦ મળી આવતા કારમાં રહેલા જામનગરના ગાંધીનગરના રહેવાસી ગોવિંદ અશોકભાઇ કોળીને દબોચી લીધો હતો તેમજ દેશી દારૂ તથા ઝાયલો કાર મળી કુલ રૂ.૨,૬૬,૦૦૦નો મુદામાલ કબ્જે લઇ પ્રોહિ.એકટની વિવિધ કલમ મુજબ ગુન્હો નોંધેલ છે.(૭.૧૦)

(12:39 pm IST)