સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th May 2018

સોખડામાંથી કેબલ ચોરનાર નવાગામના સની અને રવિને કુવાડવા પોલીસે પકડ્યા

બંને દેવીપૂજક શખ્સોએ એક વાહન ચોરી પણ કબુલી

રાજકોટઃ કુવાડવાના સોખડા ગામે આવેલી પ્રશાંતભાઇ મહેતાની વાડીમાં આવેલી ખાણમાં મુકેલી ઇલેકટ્રીક મોટરનો રૂ. ૫ હજારનો ૧૦૦ મીટર કેબલ કોઇ ચોરી કરી જતાં વિરમભાઇ વિભાભાઇ રાતડીયા (ઉ.૩૫)એ કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ કરી હતી. આ ચોરીનો ભેદ ઉકેલાઇ ગયો છે. કોન્સ. કૃષ્ણસિંહ જાડેજા અને દિલીપભાઇ બોરીચાની બાતમી પરથી નવાગામના સની રાજુભાઇ સોલંકી (ઉ.૩૬) તથા રવિ ઉર્ફ મોમો રાજુભાઇ સોલંકી (ઉ.૨૦) નામના બે દેવીપૂજક શખ્સને પકડી લેવાયા છે. બંને કેબલ બાળીને તેમાંથી કોપર કાઢી રહ્યા હતાં ત્યારે જ પી.આઇ. મોડીયાની રાહબરી હેઠળની ટીમના પીએસઆઇ ઝાલા, ખટાણા, દેવેન્દ્રસિંહ, હરેશભાઇ સહિતે બંનેને પકડી લીધા હતાં. ચોરીમાં વપરાયેલુ એઇટી જીજે૩કયુ-૯૦૮૪ પણ કબ્જે લેવાયું છે. આ વાહન પણ ત્રણ માસ પહેલા ગ્રીનલેન્ડ ચોકડીએથી ચોરી કર્યાનું બંનેએ કબુલ્યું છે.

(12:36 pm IST)