સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th May 2018

સાંજે હાર્દિક પટેલની પાટીદાર મહાપંચાયત

ડર દૂર કરો, સિંહ બનો, મેદાનમાં ઉતરો : પાસ સુપ્રિમોની હાકલ : ધ્રાંગધ્રાના મોટી માલવણમાં હજારો પાટીદારો ઉમટી પડશે તેવી આયોજકોની ધારણા

અમદાવાદ, તા.૨૬ : ધ્રાંગધ્રા મોટી માલવણખાતે આજે પાટીદાર ન્યાય મહાપંચાયત યોજાવાની છે. જેના માટે હાર્દિક પટેલે ભાજપ-કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોને ખુલ્લોપત્ર લખીને આમહાપંચાયતમાં જોડાવવા માટેઆમંત્રણ આપ્યું છે જ્યારેબીજી તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનેહટાવવાની ચર્ચાઓ વેગવંતીબની છે ત્યારે સોશિયલમીડિયામાં નીતિન પટેલ પોતાના પદ પરથી રાજીનામું ધરીને પાટીદાર ન્યાય મહાપંચાયતમાં જોડાઈને હાર્દિકને સમર્થન આપશે તેવો હાર્દિક અને નીતિન પટેલના ફોટાવાળી પોસ્ટથી ચકચારમચી ગઈ છે ત્યારે હાર્દિકે આમુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, વાયરલ થઈ રહેલા પોસ્ટરસાથે અમારે કોઈ લેવાદેવા નથી. ભાજપે જ પોસ્ટર બનાવ્યુંછે. ભાજપમાં જૂથવાદ ચાલીરહ્યો છે. જેમાં નીતિન પટેલમહોરૂ બની રહ્યા છે.

હાર્દિકે કહ્યું કે, જોતે મહાપંચાયતમાં આવતાહોય તો તેમનું સ્વાગત છે.આવીને સમાજની વચ્ચે બેસશેતો વેલકમ ન આવે તો ઝભ્ભા ફાટી જવાની તૈયારી રાખે. કોંગ્રેસના સોળે સોળ પાટીદારધારાસભ્યો હાજર રહેવાનાછે. ભાજપના પણ અમારા ચાર જે મુખ્ય આગેવાનો જેસમાજના છે. તેમની પણકયાંકને કયાંક તૈયારી છે.

(સાંજે ૬ વાગ્યાથી મહાપંચાયત શરૂ થશે)

આવવાની જો નીતિનભાઈને મંત્રીપદમાંથી કાઢી મૂકશે તોતો હું દાવા સાથે કહું છું કે તેઓ અમારી સાથે ઊભા રહેશેઅને તેમને ઊભું જ રહેવું પડશે નહીં તો ભાજપ એમનેહેરાન કરી નાખશે.

૪૦૦૦ જેટલા પાટીદાર બાહુલ્યવાળા ગામોમાંથી ૭-૭ પાટીદારો આજે મોટી માલવણ ઉમટી પડશે. અંદાજે ૩૦ હજાર લોકો આવે તેવી આયોજકોની ધારણા છે.

દરમિયાન ભાવનગર પંથકની એક જાહેર સભામાં હાર્દિક પટેલે મેથલા ડેમ નિર્માણ અંગે કિસાનોને ડર દૂર કરી, સિંહ બની મેદાનમાં ઉતરવા હાકલ કરી હતી.

આજની મહાપંચાયત પછી શ્રી હાર્દિક પટેલ ગુજરાતના તમામ તાલુકા ઘુમી વળશે અને ઓગષ્ટમાં યાત્રા કાઢશે.(૩૭.૧૦)

(12:35 pm IST)