સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th May 2018

જીલ્લા કલેકટર ખેડૂત આંદોલન બાબતે કંઇ જાણતા નથી, તેઓ પૈસા બનાવવામાં વ્યસ્ત : મેથળા-પીપાવાવ ધામમાં હાર્દિક પટેલની સટાસટી

અમરેલી, તા. ર૬ :  અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ૩૧ ગામના ખેડૂતો પોતાના જમીન ભૂમાફિયા પાસેથી લેવા માટે છેલ્લા ૩૧ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે. ઉપવાસમાં બેઠેલી એક વૃદ્ધ મહિલાનું બે દિવસ પહેલા મૃત્યુ થયું છે. જયાં હાર્દિક પટેલ ઉપવાસ છાવણી મુલાકાતે આવ્યા હતા.  જિલ્લા કલેકટર ખેડૂત આંદોલન બાબતે કઇ જાણતા નથી એવું કહ્યું એનો મતલબ આ સાહેબ પૈસા બનાવવામાં વ્યસ્ત લાગે છે. તેમ હાર્દિક પટેલે જણાવ્યું હતું.

હાર્દિક પટેલ પુનઃ અનામત આંદોલન રણશીંગુ ફૂંકવા જઇ રહ્યા છે ત્યારે ભાવનગરના મહુવા તાલુકાના મેથળા ગામમાં ખેડૂત સભાને સંબોધી હતી ભાજપની વાહવાહી કરનારાઓ સામે કટાક્ષમાં હાર્દિકે કહ્યું હતું કે અમુક લોકો કહે છે કે ભાજપ બહુ સારી એ લોકો એક વાર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં મેથળા ગામ ખાતે આવવું જોઇએ આજે આ ગામ ખાતે ખેડૂતોની હિંમત ને દાદ આપવા અને સરકારની નીતિઓ વિરૂદ્ધમાં વિશાળ સભા યોજવામાં આવી. દરિયાનું ખારૂ પાણી ખેતીયુકત પાણીમાં જતું રોકવા માટે ખેડૂતોએ બંધારો બાંધવા માટે સરકારને સાલ ૧૯૮પ થી વિન઼તિ કરે છે. સાલ ૧૯૮પમાં ૧૦ કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા પરંતુ બંધારો આટલા રૂપિયામાં તૈયાર થાય એમ નથી અને ખેડૂતોની વારંવાર વિનંતી છતાં સરકારે કોઇ ધ્યાન આપ્યું નહી અને ખેડૂતોએ પોતાની મહેનત અને રૂપિયાથી જાતે આ બંધારો બાંધ્યો.  આજે ખેડૂતો ખુશ છે પરંતુ સરકારની જવાબદારી હોવા છતાંય સરકાર ખેડૂતનું નથી વિચારતી એ વાતને લઇને ખેડૂત ખુબ દુઃખી અને ચિંતામાં છે. ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતોના હિત માટે કંઇપણ કરી શકે એમ નથી. જાગો ખેડુતો જાગો તેમ અંતમાં ''પાસ'' ના કન્વીનર હાર્દિક પટેલે જણાવ્યું હતું. (૯.૩)

(12:02 pm IST)