સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th May 2018

જોડિયામાં મનરેગા હેઠળ કામગીરીનું નિરીક્ષણ

જોડિયા : છેલ્લા એક સપ્તાહથી જોડિયા ના રણકાપીર તળાવ સ્થળે ગ્રામ પંચાયતની દેખરેખ હેઠળ તળાવને ઉંડું ઉતારવાની કામગીરી મનરેગા હેઠળ ચાલી રહી છે. તે કામોમાં સ્થાનિક વિસ્તારના ત્રણસો પચાસ શ્રમિકો જોડાયા છે. ગ્રામ પંચાયત દ્વારા મનરેગા ના કામ સ્થળ પર શ્રમજીવીઓ માટે છાયડો અને પીવાનું પાણી ની વ્યવસ્થા કરાઇ છે. દર વર્ષે ચોમાસા દરમ્યાન રણકાપીર તળાવ વરસાદી પાણીના સંગ્રહ થી તળાવ ની આસપાસ ખેડુતોને સિંચાઈ અને માલધારી ના લાભ મળે છે. રાજકોટ સ્થિત ના. ડેપ્યુટી એકાઉન્ટર જનરલ અવિનાશ જાદવે જોડિયા ખાતે ચાલતા મનરેગા ની કામગીરી જાતે નિહાળી હતી. તે ઉપરાંત તલાટી મંત્રી બી.કેે. જાડેજા પાસેથી મનરેગા અંગે વિગત મેળવી હતી. જોડિયા ખાતે રાજકોટ ના અધિકારી ના પ્રવાસ દરમ્યાન એ.જી. ઓફિસ ના સિનિયર ઓડીટર ઉદાણી ભાઇ, જોડિયા વિસ્તારના જિલ્લા પંચાયત ના સભ્ય તથા ગ્રામ પંચાયત ના સભ્યો તથા કર્મચારી જોડાયા હતા. જોડિયા વિસ્તારમાં તળાવ ઉંડુ ઉતારવાની કામગીરી ''મનરેગા'' હેઠળ પ્રથમ કામ નો આરંભ થયો છે. કામગીરીનું નિરીક્ષણ નીતસ્વીરો.(તસ્વીરઃ રમેશએચ. ટાંક જોડિયા, જામનગર)

(11:52 am IST)