સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th May 2018

હળવદમાં કાંઠાગોરનું પૂજન, મહિલાઓ ભકિતભાવમાં ગળાડૂબ

હળવદ : અહીયા પુરૂષોત્તમ માસ નિમિતે પૌરાણીક શ્રી ગોલેશ્વર મહાદેવ મંદિરે મનોવાંચ્છીત ફળ મેળવવા માટે કાંઠા ગોરમાનું સમુહ પૂજન કરવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત વાર્તા આરતી, આખા પુરૂષોત્તમ માસ દરમિયાન ચાલશે. સાથે સાથે કાંઠાગોરની વાર્તા, મુગ્ધાની વાર્તા, વ્યતિપાતની વાર્તા, પદ્યમીની - પરમા એકાદશીની વાર્તા પણ કરવામાં આવી રહી છે. મહિલાઓ ઉપવાસ રાખીને ભકિતભાવથી વ્રત કરી રહી છે તેમજ રાત્રે વિવિધ શેરીમાં ભજન પણ ગવાય છે. તસ્વીરમાં કાંઠા ગોરનું પૂજન કરતી મહિલાઓ દર્શાય છે. (તસ્વીર-અહેવાલ : દિપક જાની, હળવદ)

(11:49 am IST)