સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th May 2018

ઉમણીયા વદરના મહિલા તલાટીને બાંધકામ મંજુરી બાબતે ધમકી

ભાવનગર તા.૨૬: ભાવનગર જીલ્લાના ઉમણીયાવદર ગામના મહિલા તલાટીમંત્રી ઉપર હુમલો કરી ગાળો આપ્યાની એક શખ્સ વિરૂધ્ધ ફરીયાદ નોંધાઇ છે.

 મળતી વિગતો મુજબ મહુવા તાલુકાના ઉમણીયાવદર ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા શીલ્પાબેન એન. વળીયા ઉપર આજ ગામના હાર્દિક હકાભાઇ હડીયા એ હુમલો કરી માર મારી ગાળો આપી ધમકી આપી નાસી છુટયો હતો આ અંગે મહુવા પોલીસ સ્ટેશન માં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીએ ડુંગળીના મેડા માટે બાંધકામ કરવાની મંજુરી માંગતી અરજી કરી હતી અને તે બાબતે બોલાચાલી કરી હુમલો કર્યો હતો.

તડીપાર

વિઠ્ઠલવાડી વિસ્તારમાં રહેતા અને અગાઉ મારામારી ના ગુન્હાઓમાં સંડોવાયેલા રવિરાજ કરણસિંહ જાડેજાને એ ડીવીઝન પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટ ના આદેશ મુજબ ઝડપી લઇ ત્રણ માસ માટે ભાવનગર જીલ્લામાંથી હદપાર કર્યો છે.

(11:46 am IST)