સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th May 2018

કચ્છમાં કોંગી ધારાસભ્યની ટોપી અંગે અભદ્ર કોમેન્ટ કરાતા ૩ સામે ફરીયાદ

ભુજ, તા. ર૬ : અબડાસાના કોંગ્રેસ ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ પોતાના મત વિસ્તારના મુસ્લિમ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેતી વેળાએ મુસ્લિમ ટોપી પહેરતા આ અંગે તેઓ સોશ્યલ મીડીયામાં ટ્રોલ થતાં તેમણે પોલીસ ફરીયાદ કરી છે.

લખપત તાલુકાના આશાલડી ગામે મુસ્લિમ સમાજના ધાર્મિક કાર્યક્રમ દરમ્યાન આ વિસ્તરના કોંગ્રેસી ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ મુસ્લિમ ટોપી પહેરીને મુસ્લિમ બિરાદરોનું સન્માન કર્યું હતું. આ ફોટો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો હતો તે દરમિયાન ફેસબુકમાં વાયરલ થયેલા આ ફોટા અંગે કેટલાક લોકોએ અભદ્ર ટીપ્પણીઓ કરી હતી તે ધ્યાને આવતા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ પશ્ચિમ કચ્છ એલસીબીને ત્રણ શખ્સો કરણદેવસિંહ અબડાસા, વિરેન્દ્રસિંહ જાડેજા અને વિક્રમસિંહ સોઢાની સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.

ધારાસભય પ્રધ્યુમનસિંહે ફરીયાદમાં જણાવ્યું છે કે આ લખાણમાં મારા અંગત વ્યકિતગત જીવન અને સામાજિક રાજકીય ક્ષેત્ર વિશે ખૂબજ અસભ્ય અને અભદ્ર ભાષાનો ઉપયોગ થતાં હું ખૂબ દુઃખી છું, મારા કાર્યક્રમોમાં ધ્યાન આપી શકયો નથી આવું લખાણ કરનારાઓને તાત્કાલીક પકડવામાં આવે. જોકે, આ વિવાદ અને ફરીયાદ વચ્ચે ચર્ચાતી હકીકત મુજબ અભદ્ર કોમેન્ટસ કરનારાઓ વિરૂદ્ધ ધાકધમકી અને ગાળાગાળી કરાઇ છે.

(11:45 am IST)