સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th May 2018

વેરાવળના બંદરમાં ઝૂપડામાં લાગેલ આગ પરંતુ કરોડોની નુકસાનીનો બચાવ

પ્રભાસપાટણ, તા. ૨૬ :. વેરાવળ બંદરમાં એક ઝૂપડામાં આગ લાગતા કાંઠે લાગરેલી કરોડો રૂપિયાની બોટોના બચાવ પાછળ જીઆઈએસએફના જવાનોની સમય સૂચકતાને ધન્યવાદને પાત્ર છે.

બંદર ગેટ ઉપર ફરજ બજાવતા જીઆઈએસએફના ત્રણ જવાનોમાં ચાવડા રામસિંગભાઈ નાથાભાઈ, ચાવડા બાબુભાઈ કાનાભાઈ અને ઝાલા સામતભાઈ લક્ષ્મણભાઈ આ ત્રણ યુવાનો ફરજ બજાવતા હતા અને આ ઝૂપડામાં લાગેલ આગની જાણ તેમને થયેલ અને તેઓએ ગણત્રીની મીનીટોમાં ફાયરબ્રિગેડને જાણ કરી અને તાત્કાલીક આગને કાબુમાં લેવામાં આવેલ બાકી અત્યારે બોટો બંદરમાં કાઢવામાં આવી રહેલ છે જેની બંદર બોટોથી ખીચોખીચ ભરેલ છે અને જો થોડો સમય વિતી જાત તો આ કરોડોની લાકડાની બોટોમાં આગ લાગતા કોઈ રોકી શકાત નહી પરંતુ આ ત્રણ જવાનોની તાત્કાલીક કાર્યવાહીથી બંદરમાં કરોડોનું નુકશાન થતુ બચી શકેલ છે અને ખારવા સમાજની આ કીંમતી બોટો બચી ગયેલ છે.

(11:39 am IST)