સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th April 2021

મોરબી સીરામીક ટ્રેડિંગ મિત્ર મંડળના સહયોગથી ઓક્સીઝન વાલ્વ કીટની સેવા શરૂ કરતાં 6 યુવાનો.

મોરબી: હાલ ઓક્સિજન સિલિન્ડરની અછત વચ્ચે ઓક્સિજન સિલિન્ડર પર આવશ્યક એવી વાલ્વકીટની પણ અછત સર્જાઈ હોય મોરબીના 6 યુવાનોએ આ વાલ્વ કીટ જરૂરિયાતમંદોને મળી રહે તેવા ઉદ્દેશથી નિઃશુકલ સેવા શરૂ કરી છે.
મોરબી સીરામીક ટ્રેડિંગ મિત્ર મંડળ પાસેથી સહયોગ મેળવી ઘેર સારવાર લઈ રહેલા કોવિડ પેશન્ટ માટે નિઃશુલ્ક વાલ્વ કીટની સેવા શરૂ કરનાર યુવાનોએ તેમના મોબાઈલ નંબર સાર્વજનિક કર્યા છે. સૌથી પહેલી પ્રાથમિકતા ઘેર સારવાર લઈ રહેલા દર્દીઓ માટે રહેશે તેમ જણાવીને જે લોકોને આ કાર્યમાં તન, મન, ધનથી સેવા આપવી હોય તેવા સેવાભાવી લોકોને આ કાર્યમાં જોડાવવા આહવાન કર્યું છે. ઉપરોક્ત સેવા કાર્યમાં કોઈપણ જ્ઞાતિના લોકો આ સેવાનો લાભ લઈ શકે છે.
ઉપરોક્ત કીટ લેવા જનાર વ્યક્તિએ 3000 રૂપિયા ડિપોઝીટ પેટે ચૂકવવાના રહેશે. કીટ પરત કરતાં સમયે આ પૂરેપૂરી રકમ પરત કરવામાં આવશે. વ્યવસ્થાના ભાગ રૂપે કીટ લેવા જતાં સમયે દર્દીનું આધારકાર્ડ, જે વ્યક્તિ કીટ લેવા જાય તેનું આધાર કાર્ડ સાથે લઈ જવું આવશ્યક છે. વધુ માહિતી માટે કવિનભાઈ શાહ 8469505111, અભિષેકભાઈ મેઘાણી 9898912347, જયભાઈ પટેલ 8511129555, જયદીપ ભાઈ પટેલ 9099111161 પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

(11:35 pm IST)