સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th April 2021

ગોંડલ સામાજિક સંસ્થા દ્વારા ઓક્સિજન ની ફ્રી સેવા ચાલુ : 5000 થી વધુ લોકોને ઓક્સિજન ના બોટલ ની રીફલીંગ

ગોંડલ:::ગોંડલ સામાજિક સંસ્થા દ્વારા તા 16 4 2021 થી ઓક્સિજન ની ફ્રી સેવા ચાલુ કરી હતી જેમાં 5000 થી વધુ લોકોને ઓક્સિજન ના બોટલ ની રીફલીંગ કરવા માં આવી છે સૌરાષ્ટ્રના નાના-મોટા ગામડાઓ થી લોકો ભરવા માટે અહી આવે છે અલંગ સિહોર સાપર થી બોટલો ભરાવીને લોકોને ઓક્સિજન પૂરો પાડેલ છે જેમાં ઓમદેવસિંહ જાડેજા અને વિમલભાઈ પિત્રોડા પંકજભાઈ રાયચુરા દિનેશભાઈ કોટડીયા સહીત 25 લોકો અહીં ઉદ્યોગ નગર માં સેવા પૂરી પાડે છે બોટલ ભરતી વખતે નોજલ ફાટતા એકને ઈજા પણ થઈ છે રાત દિવસ એક કરી ને લોકોને ઓક્સિજન ની મદદ કરે છે.(તસવીર:ભાવેશ ભોજાણી ગોંડલ)

(6:47 pm IST)