સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th April 2021

દ્વારકામાં પબુભા માણેકના સહયોગથી નિર્માણ પામેલી ૧૦૦ બેડની કોવીડ હોસ્પીટલનું સી.આર.પાટીલના હસ્તે ઉદઘાટન

દ્વારકા-ખંભાળીયાઃ દ્વારકાના ભથાણા ચોકમાં આવેલ મથુરા ભુવન ખાતે પુર્વ ધારાસભ્ય પબુભા માણેકના સહયોગથી ૧૦૦ બેડની કોવીડ હોસ્પીટલ શરૂ કરાઇ જેનું ઉદઘાટન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલએ કર્યુ હતું. સાંસદ પુનમબેન માડમ (પબુભા માણેક, ભાજપ શહેર પ્રમુખ વિજય બુમડ  વિગેરે ઉપસ્થિત રહયા હતા.

ભાજપના પૂર્વ ધારાસભ્ય શ્રી પબુભા વિરમભા માણેક દ્વારા દ્વારકા ખાતે કોરોના દર્દીઓ માટે ૧૦૦ બેડની ઉતમ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જયાં રહેવાની એટેચ બાથરૂમ સાથે પર્સનલ રૂમ, તથા સવાર સાંજ નાસ્તો, ભોજન, લીંબુપાણી, નાળીયેર પાણી, મોસંબી તથા ઉકાળો અને અન્ય ફળોની વ્યવસ્થા પણ કરેલ છે. સાથે સાથે ર૪ કલાક સ્ટાફ અને ઉતમ ડોકટરની ટીમની વ્યવસ્થા પણ કરેલ છે. રોજનો ૧ લાખ કરતા પણ વધારે ખર્ચાની પબુભા માણેક એ તૈયારી બતાવી છે, અને આવનાર સમયમાં જો વધારે બેડની જરૂર પડશે તો ૧૦૦૦ બેડની તૈયાર રાખેલ છે.  (તસ્વીર - અહેવાલ :- વિનુભાઇ સામાણી, દિપેશ સામાણી (દ્વારકા), કૌશલ સવજાણી (ખંભાળીયા)

(4:40 pm IST)