સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th April 2021

ઓકસીજન મામલે ગોંડલની હોસ્પીટલને સીધી દોર કરી દેતુ કલેકટર તંત્રઃ ઓકસીજન માટે ખોટા ફોન કરતા હોય પોલીસને મોકલી ૮ બાટલા અન્ય હોસ્પીટલને અપાવ્યા

રાજકોટ તા. રપ :.. ગોંડલની એક પ્રાઇવેટ કોવીડ હોસ્પીટલને કલેકટરના ઓકસીજન વિતરણની કામગીરી સંભાળતા અધિકારીઓએ સીધી દોર કરી દેતી એક ઘટના બનવા પામી છે.

બાબત એવી છે કે શુક્ર-શનિવારની આસપાસ ગોંડલની એક ખાનગી હોસ્પીટલેના તંત્રે પોતાની પાસે માંડ ર થી ૩ કલાકનો ઓકસીજન છે, તાકીદે વ્યવસ્થા કરો એવા ૪ થી પ વખત રાજકોટ કલેકટર તંત્રમાં ફોન કરતા, ઓકસીજન વિતરણમાં મદદે રહેલા ડે. કલેકટર શ્રી જોગોડાએ ટીમ મોકલી તપાસ કરતા આ હોસ્પીટલ પાસે ત્રણ દિવસનો ઓકસીજન હોવાનું બહાર આવ્યું હતું અને ગોંડલની જ બીજી હોસ્પીટલને કે જેની પાસે ખરેખર ૧ કલાકનો ઓકસીજન હોવાનું જણાતા તેને ઉછીના આપવાની પણ તપાસ થઇ તે હોસ્પીટલ ના પાડતી હોય, દર્દીઓ ઉપર જોખમ ઉભુ થતા કલેકટર તંત્રે તાબડતોબ પોલીસ મોકલી આ હોસ્પીટલમાંથી ૮ બાટલા ઓકસીજનના જેને ખરેખર જરૂર હતી તે ગોંડલની હોસ્પીટલને ફાળવી દિધા હતા, અને દર્દીઓના જીવ બચાવી લેવાયા હતાં.

(3:08 pm IST)