સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th April 2021

હવે કોરોના સામેના જંગમાં હથિયાર બનશે લીમડાની ગોળી

ફરીદાબાદ તા. ૨૬ : કોરોના સામેના જંગમાં આયુર્વેદિક નુસ્ખાઓ કારગત ગણાવવામાં આવે છે. હવે લીમડાની ગોળી પણ વાયરસ પર કાબુ કરી શકે છે. ફરીદાબાદ ખાતેની ઇએસઆઇસી મેડીકલ કોલેજમાં કોરોના પર લીમડાની અસર જાણવા માટે થયેલ. કલીનીકલ ટ્રાયલ સફળ રહી છે. ટ્રાયલ રિપોર્ટ અનુસાર લીમડાની ગોળી કોરોના સંક્રમણને રોકવામાં કારગત સાબિત થઇ શકે છે. ઇએસઆઇસી મેડીકલ કોલેજે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયૂટ ઓફ આયુર્વેદ અને નિસર્ગ બાયોટેક પ્રાઇવેટ લીમીટેડ સાથે ઓગસ્ટ-૨૦૨૦માં આ ટ્રાયલ શરૂ કરી હતી.

ટ્રાયલ રિપોર્ટ અનુસાર લીમડાની ગોળી કોરોના સંક્રમણના જોખમને ૫૫ ટકા જેટલું ઓછું કરવામાં અસરકારક છે. જો સ્વસ્થ વ્યકિત ૨૮ દિવસ સુધી લીમડાની ગોળીઓનું સેવન સવાર સાંજ બે વાર કરે તો તે સંક્રમણ વિરોધી પ્રતિકારક શકિત વિકસીત કરી લે છે. નિયમીત લીમડાની ગોળીનું સેવન કરવાથી જો કોઇ વ્યકિતને સંક્રમણ થાય તો પણ તે મામૂલી સંક્રમણ જેટલી જ અસર કરશે. મેડીકલ કોલેજના રજીસ્ટ્રાર ડો. એ.કે.પાંડેનું કહેવંુ છે કે આ ઉપાય અજમાવીને લાખો જીવન બચાવી શકાય છે.

આ ટ્રાયલમાં ૧૮ થી ૬૦ વર્ષના એવા ૧૯૦ લોકોને સામેલ કરાયા હતા. જેઓ આરોગ્ય કર્મીઓ હતા અથવા તેની સાથે સંકળાયેલા હતા.

(1:13 pm IST)