સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th April 2021

જામનગરના યુવાને માનસીક બિમારીથી કંટાળી જઈ ફાંસો ખાધો

જામનગર, તા.૨૬: અહીં રણજીતસાગર રોડ, વિનાયક શેરી નં.–૯ માં રહેતા હંસાબેન રમેશચંદ્ર સોલંકી, ઉ.વ.૬૭ એ સીટી ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે દિવ્યેશભાઈ રમેશચંદ્ર સોલંકી, ઉ.વ.૪૦, રે. સિઘ્ધી વિનાયક શેરી નં.૯, રણજીતસાગર રોડ, જામનગરવાળા ને માનસીક બિમાર હોય જેથી કંટાળી જઈ પોતાની જાતે પોતાના ઘરે પંખામાં સાડી બાંધી ગળા ફાંસો ખાઈ જતા મૃત્યુ પામેલ છે.

બીયર ટીનના જથ્થા સાથે ત્રણ ઝડપાયા

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હર્ષદભાઈ દલપતભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, સાંઢીયા પુલથી આશાપુરા સર્કલ તરફ જતા અતીથી હોટલ પાસે આરોપી જયદિપભાઈ દેવશીભાઈ કંડોરીયા, પરબતભાઈ નાથાભાઈ ચાવડા, અખીલ મનસુખભાઈ શીંગળ,  બુલેટ મોટરસાયકલ જેના રજી.નં.જી.જે.૧૦–ડી.જી.–૧૮, કિંમત રૂ.૧,૦૦,૦૦૦/– માં તથા એકસેસ મોટરસાયકલ જેની કિંમત રૂ.પ૦,૦૦૦/– માં ગેરકાયદેસર પાસ પરમીટ વગર બીયર ટીન નંગ–૩૮, કિંમત રૂ.૩૮૦૦/– ની હેરાફેરી વહેંચણી કરતા ઝડપાઈ ગયેલ છે.

ક્રિકેટ મેચ પર સટ્ટો

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ખંભાળીયા ગેઈટ, સર્કલ પાસે, લેટેસ્ટ પાનની સામે, જામનગરમાં આરોપી ભાવિકભાઈ પ્રભુલાલ ભદ્રા, મેચના હારજીત વિગેરે પર સોદાઓ પાડી જુગાર રમી રમતા મળી આવતા રેઈડ દરમ્યાન રોકડા ૯૦૦/– તથા મોબાઈલ ફોન નંગ–૧, કિંમત રૂ.૩૦૦૦/– મળી કુલ રૂપિયા ૩,૯૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

સાધના કોલોની પાસે દારૂ સાથે ઝડપાયો

સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. મહેન્દ્ર રમેશભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, સાધના કોલોની છેલ્લો ગેઈટ બાપા સીતારામની મઢુલી પાસે, જામનગરમાં આરોપી અશોક ઉર્ફે અમીત જેઠાલાલ ખાનીયા,  દારૂ બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– ની સાથે ઝડપાઈ ગયેલ છે.

ધ્રોલમાં દારૂની સાત બોટલ સાથે ઝડપાયો : એક ફરાર

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કોન્સ. વનરાજભાઈ નાગજીભાઈ ગઢાદરા એ ફરીયાદ નોંધાવી છે કે, ગામધણીની દરગાહ પાસે, ધ્રોલમાં આરોપી પરેશ લક્ષ્મણભાઈ પરમાર, દારૂની બોટલ નંગ–૭, કિંમત રૂ.૩,પ૦૦/– ની સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી કૃષ્ણસિંહ તખ્તસિંહ જાડેજા ફરાર થઈ ગયેલ છે.

બાલવા ગામે મેચ પર સટ્ટો રમતો ઝડપાયો : એક ફરાર

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. પ્રજ્ઞરાજસિંહ પ્રઘ્યુમનસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, બાલવા ગામે મેઈન બજાર સહકારી મંડળી સામે રોડ પર આરોપી દિલીપભાઈ છગનભાઈ ચપલા , રે. બાલવા ગામવાળો અન્ય આરોપી ડીન્કલ શાંતિલાલ ઘરસંડીયા પાસે સોદા નાખી પૈસાની હારજીત કરી એક મોબાઈલ ફોન કિંમત રૂ.પ૦૦૦/– તથા રોકડા રૂ.૧૧,૧૧૦/– મળી કુલ રૂ.૧૬,૧૧૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી ડીન્કલ શાંતિલાલની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:13 pm IST)