સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th April 2021

જામનગરના લાખાબાવળમાં કોરોનાની સારવારમાં મૃત્યુ પામેલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી અનોખો સેવાયજ્ઞ

જામનગર : હાલ કોરોનાની મહામારી વચ્ચે લોકો સંક્રમિત વ્યકિતથી દુરી બનાવે છે તેવા સમયે કોરોનાની જંગ હારેલા લોકોના મૃતદેહો ને સ્મશાનમાં જગ્યા નથી મળી રહે તેવા સમયે જામનગર અને લાખાબાવળ ના સેવાભાવીઓ એ અંતિમક્રિયા માટે બીડુ ઝડપી અનોખો સેવાયજ્ઞ ચાલુ કર્યો છે. જામનગરની ભાગોળે આવેલ લાખાબાવળ ગામમાં સમશાન ગૃહ આસપાસ કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કાર માટે ૨૪ કલાાક સેવા આપી રહ્યા છે. જામનગર શહેરમાં આવેલા બે સ્મશાનોમાં લાંબા વેઇટિંગ છે ત્યારે છોટી કાશી ગણાતા જામનગરના સેવાભાવીઓ કપરા સમયમાં પણ માનવતા મરી પરવારી નથી તે યુકતીનેે સાર્થક કરી સ્થાનિકો અને જામનગરના કેટલાક મુક દાનવીરો અંતિમવિધિ માટે લાકડા સહિતની વ્યવસ્થા માટે મન મૂકીને દાનની સરવાણી વહાવી રહ્યા છે. તો લાખાબાવળ ગામના ૧૫ થી ૨૦ જેટલા સ્થાનિકો પણ કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુુ પામેલા લોકોના મૃતદેહો નાાા અગ્નિસંસ્કાર માટે રાતદિવસ સેવા આપી રહ્યા છે અને વિનામૂલ્યે દરરોજના ૧૫થી ૨૦ જેટલા મૃતદેહો નાા શાસ્ત્રોકતવિધિ અનુસાર અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જામનગર ઉપરાંત સૌરાષ્ટ્ર ભરમાંથી આવતા અનેક હતભાગીી કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુુ પામેલા લોકોના સ્વજનોને લાંબુુુ અંતર કાપવું પડે અને અવ્યવસ્થા સર્જાય નહીં તે માટે લાખાબાવળ ગામમાં સેવાભાવી એ કરેલી અંતિમક્રિયાની આ વ્યવસ્થાથી અન્ય લોકોને પણ પ્રેરણા આપી રહ્યા છે.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:12 pm IST)