સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th April 2021

બાબરામાં ભર ઉનાળે કાળુભાર નદીમાં પુર

(દિપક કનૈયા દ્વારા) બાબરા, તા.૨૬: ઉનાળાના સમયમાં ગમે તેવા ડેમો હોય કે તળાવ એમાં પાણીનુ જમીનમા સંપાદન થય જાય છે ખેડૂતો ઉનાળું પાક લેવા માટે પાણી અત્યંત જરૂરિયાત હોય છે આવા સમયે ખેડૂતો ના કુવા માથી પાણી તળીયે જતા રહે તે જેથી કરીને ખેડૂતો પોતાના પીત પાક નથી લય સકતા આવા સમયે સરકાર દ્વારા ખેડૂતો માટે સૌવની યોજના હેઠળ નર્મદા ડેમ માથી ખેડૂતોને ઉનાળુ પાક માટે નદી નાળા તળાવ ડેમોમાં પાણી પાઇપલાઇન દ્વારા પાણી છોડવામાં આવે છે સરકાર ની આ યોજના હેઠળ બાબરા માં ચરખા ગામે આવેલ સૌની યોજના લીંકના વાલ ખોલી બાબરા ની કાળુભાર નદી માં પાણી છોડવામાં આવ્યું હતું ખેડૂતો દ્વારા સાંસદ નારણભાઇ કાછડીયા અને બાબરા તાલુકાના પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઇ ઉધાડ અને તાલુકામાં ખેડૂતો ના પ્રશ્ર્નો બાબતે આગળ રહેતા પૂર્વ ધારાસભ્ય વાલજીમામાને  રજુઆત કરાઇ હતી જેના પગલે બાબરા તાલુકાને નર્મદાના પાણી આપવા માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી જેને લઇ ખેડૂતોને પાક વપરાશ માટે પાણી બાબરા થી આઠ કી.મી દુર આવેલા ચરખા ગામે વાલ માથી છોડાતા બાબરા શહેર ના મધ્ય માંથી પ્રસાર થતી કાળુભાર નદી માં આ પાણી આવી પોહચતા લોકો જોવા ઉમટ્યા હતા.

(1:09 pm IST)