સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th April 2021

મોરબીમાં ઘટાડો ! : ઘરે ઘેર દર્દીઓની વચ્ચે તંત્રે માત્ર ૪૧ કેસ જ દર્શાવ્યા

ફાયર વિભાગની ટીમે ૯ની અંતિમવિધિ કરી : ઓરપેટ ગ્રુપ આયોજીત કોરોના કોવિડ ટેસ્ટ કેમ્પમાં બે દિ'માં ૧૯૩ કેસ પોઝીટીવ આવ્યા

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૬:  મોરબી જિલ્લામાં કોરોનાની બેકાબુ સ્થિતિ વચ્ચે પણ સરકારી તંત્રએ કોરોનાના આંકડા છુપાવાનો ખેલ ચાલુ જ રાખ્યો છે. જોકે રાહતની વાતએ છે કે મોરબી જિલ્લામાં નવા પોઝિટિવ કેસમાં દ્યટાડો નોંધાયો છે. ગઇકાલે રવિવારે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૧૨૬૬ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી માત્ર કુલ ૪૧ વ્યકિતના રિપોર્ટ જ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. જોકે મોરબી જિલ્લામાં કોરોનાના કેસોનો વાસ્તવિક આંકડો ખૂબ જ મોટો હોવાનું મનાઈ રહ્યું છે. ત્યારે સરકારી આંકડાની માયાજાળમાં પડ્યા વગર લોકો કોરોના બાબતે વધુ જાગૃત થાય તે અત્યંત જરૂરી છે. હાલમાં મોરબીની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવાની પણ જગ્યા નથી.

જયારે મોરબી જિલ્લામાં સરકારી આંકડા મુજબ વધુ ૫ કોરોના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે. તેમજ આજે સત્ત્।ાવાર મોરબી જિલ્લામાં ૫ કોવિડ ડેથ જાહેર કર્યા છે. જયારે મૃતકોની કોરોના ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરતી મોરબીની ફાયર વિભાગની ટીમ દ્વારા આજે કુલ ૯ ડેડબોડીની અંતિમવિધિ કરવામાં આવી હતી.

ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : ૨૮, વાંકાનેર તાલુકામાં: ૦૫, હળવદ તાલુકામાં : ૧૦, ટંકારા તાલુકામાં ૦૪,  માળીયા તાલુકામાં ૦૪ મળી કુલ ડિસ્ચાર્જ કેસ ૫૧ છે.

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ એકિટવ કેસ :૬૬૮, કુલ ડિસ્ચાર્જ કેસઃ ૩૮૦૦, મૃત્યુઆંકઃ ૫૦ (કોરોનાના કારણે) ૨૭૦ (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : ૩૨૦ કુલ નોંધાયેલા પોઝિટિવ કેસઃ ૪૭૮૮ છે. તથા  અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા ૨૪૯૩૩૫ છે.

રાજપૂત સમાજ માટે ફ્રી ટેસ્ટ કેમ્પનું આયોજન

મોરબી ખાતે સ્વ. ઉદયસિંહ મનુંભા જાડેજા પરીવાર (જયદીપ એન્ડ કંપની, વવાણીયા- મોરબી )ના સૌજન્યથી અને મોરબી રાજપૂત સમાજ, ગુજરાત રાજપૂત યુવા સંઘ, કરની સેના મોરબી દ્વારા મોરબી રાજપૂત સમાજના ભાઈઓ બહેનો માટે તા૨૭ ને મંગળવારે એ. કે. કોમ્યુનિટી હોલમાં, છોટાલાલ પેટ્રોલ પંપ વાળી શેરી,ગુ.હા.બોર્ડ, સાનાળા રોડ,મોરબી ખાતે સવારે ૯ થી ૧૨, બપોરે ૩ થી ૬ ફ્રી રેપિડ કોરોના ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામા આવ્યું છે. વધુમાં વધુ રાજપૂત સમાજે લાભ લેવા યાદીમાં જણાવ્યું છે.

કેમ્પમાં જરૂરી દવાઓ મેદ્યરાજ સિંહ ઝાલા ( શકિત મેડિકલ) દ્વાર આપવામાં આવશે. મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા તરફથી ૫૧૦૦૦ નું અનુદાન આપવામાં આવ્યું છે. વધુ વિગત માટે ૯૭૨૫૮ ૫૫૭૭૭, ૯૯૨૫૦ ૨૦૨૪૯, ૭૮૦૨૯ ૭૭૭૭૭, ૯૦૩૩૬ ૦૦૩૦૩ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (૨૨.૧૭)

સરકારી વિભાગે જાહેર કરેલા આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી

૦૯

મોરબી ગ્રામ્ય

૧૩

વાંકાનેર સીટી

૦૨

વાંકાનેર ગ્રામ્ય

૦૩

હળવદ સીટી

૦૪

હળવદ ગ્રામ્ય

૦૪

ટંકારા સીટી

૦૦

ટંકારા ગ્રામ્ય

૦૪

માળીયા સીટી

૦૦

માળીયા ગ્રામ્ય

૦૨

આજના જિલ્લાના

૪૧

કુલ નવા કેસ

 

(1:09 pm IST)