સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th April 2021

પોરબંદરમાં ર૪ કલાકમાં કોરોનાના વધુ ૪૦ કેસઃ ર૬૩ દર્દીઓ ઓકસીજન ઉપર

રપ દર્દીઓ સાજા થઇ જતાં હોસ્પિટલમાંથી રજા અપાઇઃ ૧૧પ વ્યકિતઓ હોમ કવોરેન્ટાઇન

(પરેશ પારેખ દ્વારા)  પોરબંદર તા. ર૬: ર૪ કલાકમાં કોરોના પોઝીટીવના વધુ ૪૦ કેસ આવતા જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવનો કુલ આંક ૧ર૬૩ પહોંચ્યો છે સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કોવિડ હોસ્પિટલ અને નર્સીંગ કોલેજમાં કાર્યરત બીજી કોવિડ હોસ્પિટલમાં કોરોનાના કુલ ર૬૩ દર્દીઓ હાલ ઓકસીજન ઉપર છે. કોરોનાની સારવારમાં રપ દર્દીઓ સાજા થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે ગઇકાલે પ૧૪ વ્યકિતઓના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેમાં ૪૦ દર્દીઓના કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો. જિલ્લામાં કોરોના ટેસ્ટની કુલ સંખ્યા ૧૩પ૧૮૧ થઇ છે.

જિલ્લામાં વધુ ૪૦ કોરોના પોઝીટીવ કેસ ઝીરાબાગ ખાપટ કમલાબાગ કડીયા પ્લોટ જયુબેલી નવા કુંભારવાડો વગેરે વિસ્તારોમાંથી આવ્યાં છે આ તમામ દર્દીઓમાં ૧૯ થી ૬૪ વર્ષ સુધીના સ્ત્રી પુરૂષો છે.

પોરબંદર સિવિલ હોસ્પિટલમાં હાલ નવા ૪પ દર્દીઓ સારવારમાં છે જિલ્લામાં હોમ કવોરેન્ટાઇન કરેલ વ્યકિતઓની સંખ્યા ૧૧પ છે.

(1:06 pm IST)