સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th April 2021

કાલે હનુમાન જયંતિઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાના કારણે સાદાઇથી ઉજવાશે

સામુહિક કાર્યક્રમો રદ : ઘરે બેઠા જ ભાવિકો પૂજન,અર્ચન કરીને ઉવજણી કરશે

રાજકોટ,તા.૨૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કાલે હનુમાન જયંતિની સાદાઇથી ઉજવણી કરવામાં આવશે

કોરોના મહામારીના કારણે સામુહિક કાર્યક્રમો રદ કરાયા છે અને ઘરે બેઠા જ પૂજન, અર્ચન કરીને ભાવિકો ઉજવણી કરશે.

ધોરાજી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી : ધોરાજી જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડ ખાતે આવેલ પ્રાચીન શ્રી ચૈતન્ય હનુમાનજી આશ્રમ પંચ દશનામ આહવાન અખાડા ધોરાજીના શ્રી દિગંબર લાલુગિરિજી મહારાજ ગુરૂ શિવ સાગરજી મહારાજ એ જણાવેલ કે આવતીકાલે મંગળવારે ચૈત્ર સુદ પૂનમ એટલે સંકટ મોચન હનુમાનજી મહારાજનો જન્મદિવસ આ દિવસ જે લોકો ઉપાસના કરે છે તેમને સો ટકા ફળે છે

હાલમાં સમગ્ર દેશ અને વિશ્વની અંદર કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે આપ સૌ વિચારતા હશો કે માણસો ની જીંદગી બિલકુલ સામાન્ય બની ગઈ છે ટપોટપ માણસોના મૃત્યુ થઈ રહ્યા છે પરંતુ આવા સમયમાં સંકટમોચન ને યાદ કરવાના હોય તેમની ઉપાસના કરવાની હોય તો સો ટકા તેનું ફળ મળે છે કળિયુગ ની અંદર હનુમાનજી મહારાજ ની ઉપાસના એજ મોટી ઉપાસના છે ત્યારે મંગળવાર અને હનુમાન જયંતી બંનેનો સંયોગ એક સાથે આવી રહ્યો છે ત્યારે જ્યારે બીમારીમાંથી મુકિત મેળવવી હોય તો આવતીકાલે મંગળવારે દરેક પરિવાર પોતાના જ ઘરમાં બેસીને હનુમાનજી મહારાજની મૂર્તિ છબી મંદિરની સામે બેસી ૧૦૮ હનુમાન ચાલીસાના જોે પાઠ કરશે તો એ પરિવાર આ રોગમાંથી મુકિત મળશે તેઓ મને વિશ્વાસ છે

 હનુમાન ચાલીસાની ચોપાઈમાં અનેક ગુણ જોવા મળી રહ્યા છે ત્યારે હાલની પરિસ્થિતિ જોતા સમગ્ર દેશ અને વિશ્વ રોગચાળાના ભરડામાં ભરાઈ ગયો છે ત્યારે હનુમાનજીની ઉપાસના એકમાત્ર ઉપાય છે ત્યારે હનુમાન જયંતી ના દિવસે મંત્ર જાપ અને હનુમાન ચાલીસા પોતાના જ ઘરમાં બેસીને અનુષ્ઠાન કરશે તો તેમનું ઘર પવિત્ર બનશે અને રોગમાંથી મુકિત બનશે તેવા આશીર્વાદ શ્રી પંચ દશનામ આહવાન અખાડા ના શ્રીમહંત શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ એ આપ્યા હતા.

(11:35 am IST)