સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th April 2021

ઉપલેટામાં કોવિડ હોસ્પિટલ માટે દાન

ઉપલેટા : મ્યુનીસીપલ કોલેજના નવા બિલ્ડીંગમાં ૫૦ બેડની સારવાર જમવા અને ઓકિસજન સહિતની વિનામૂલ્યે સગવડવાળી દાતાઓના સહયોગથી નગરપાલિકા સંચાલીત કોવિડ હોસ્પિટલ માટે ભાયાવદર ગૌસેવા સમાજ દ્વારા રૂપિયા ૨,૫૧,૦૦૦ ગૌશાળાના પ્રમુખ અને નગરપાલીકાના પૂર્વ પ્રમુખ બાબુભાઇ જીવાણી દ્વારા આપવામાં આવેલ છે. સુખી સંપન્ન પરિવારો મહામારી સમયે દાન આપે તેવી અપીલ ભાયાવદરના આગેવાનો વલ્લભભાઇ લાલાણી, મનસુખભાઇ લાલાણી, જેન્તીભાઇ ફળદુ અને કાંતિભાઇ ઝાલાવડીયા કરે છે. દાન આપવામાં આવ્યુ તે તસ્વીર. (તસ્વીરઃ ભોલુ રાઠોડ -ઉપલેટા)

(11:33 am IST)