સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th April 2021

ચોટીલા પંથકમાં કરા પડયાઃ ખેડૂતોના જીવ તાળવે

ઉનાળુ તલ, લીલો ઘાસચારો અડદ સહિતના પાકમાં ભારે નુકશાન

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૬: સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે વાતાવરણમાં આકસ્મિક પલટો આવતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ભર ઉનાળે ચોમાસુ માહોલ જામ્યો હતો.જેમાં ભારે પવનના સુસવાટા સાથે રેશમિયા ચોટીલા વિડ વિસ્તારમાં સહિતના પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબકયો હતો. જોકે આ કમોસમી માવઠાથી વાવેતરને નુકશાન થવા ની ભીતીને લઈ ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી જોકે હાલ જિલ્લામાં કોરોના સંક્રમણ રૂપી આફત વર્તાઈ રહી છે.

જે વચ્ચે જાણે કુદરત રૂઠી હોઈ તેમ કમોસમી વરસાદની આફતથી કોરોના સંક્રમણ ઘેરૂ બનવાની દહેશત વર્તાવા લાગી છે.પાંથાવાડા વિસ્તારમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ રહેતા આજે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ત્યારે અચાનક ચોટીલા વિસ્તારમાં કમોસમી વરસાદ થયો છે તેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.રેશમિયા અને આજુબાજુ ના ગામો માં કાલે સાંજથીજ વાતાવરણ માં પલટો આવતા કરાનો વરસાદ પડવાનું શરૂ થયેલ હતું અને દસેક મિનિટ જેટલો આ કરાનો વરસાદ પડયો હતો. આથી ધરતી જાણે સફેદ ચાદર ઓઢી હોય તેવો દૃશ્ય દર્સાયું હતું. આ વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને બીમારીઓ વધવાની દહેસત ફેલાઈ હતી.

સુરેન્દ્રનગરમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે ગઈકાલે શાંજ વાતાવરણમાં પલટો થઈ જવા પામ્યું છે ત્યારે સુરેન્દ્રનગર પંથકમાં કાલે તાપમાન ૪૩ ડિગ્રી નોંધાવા પામ્યું હતું તે છતાં પણ તડકા જેવા વાતાવરણમાં અને ગરમી વચ્ચે ૪૨ ડિગ્રી તાપમાને કમોસમી વરસાદી ઝાપટા સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારોમાં આપવા આવ્યા હતા ખાસ કરી ચોટીલા પંથકમાં સાંજના સમયે અચાનક વરસાદ ખાબકતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી જવા પામ્યા હતા અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જતાં આગામી દિવસોમાં કોરોના સંક્રમણ નું જોર વચ્ચે તેવી ભીતિ પણ સર્જાઈ જવા પામી છે.

(11:30 am IST)