સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th April 2021

ભાવનગરમાં વધુ ૭ મોત : ૩૭૯ પોઝીટીવ કેસ

ભાવનગર જીલ્લામાં હાલમાં ૨૪૪૨ દર્દીઓ સારવારમાં

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.૨૬ : ભાવનગર જિલ્લામા વધુ ૩૭૯ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૦,૯૭૯ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૧૫ પુરૂષ અને ૯૭ સ્ત્રી મળી કુલ ૨૧૨ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૪૨, ઘોઘા તાલુકામાં ૨૪, તળાજા તાલુકામાં ૩૪, મહુવા તાલુકામાં ૨૪, વલ્લભીપુર તાલુકામાં ૫, ઉમરાળા તાલુકામાં ૮, પાલીતાણા તાલુકામાં ૧૧, સિહોર તાલુકામાં ૬, ગારીયાધાર તાલુકામાં ૩ તેમજ જેસર તાલુકામાં ૧૦ કેસ મળી કુલ ૧૬૭ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.  ભાવનગર શહેર ખાતે રહેતા ત્રણ કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ સિહોર તાલુકાના ગુંદાળા ગામ ખાતે રહેતા એક દર્દી, વલ્લભીપુર તાલુકાના ચમારડી ગામ ખાતે રહેતા એક દર્દી, ભાવનગર તાલુકાના કમળેજ ગામ ખાતે રહેતા એક દર્દી અને ગારીયાધાર ખાતે રહેતા એક દર્દી મળી કુલ સાત કોરોના પોઝિટિવ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૯૬ અને તાલુકાઓમાં ૩૯ કેસ મળી કુલ ૧૩૫ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા -માણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો -માણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૧૦,૯૭૯ કેસ પૈકી હાલ ૨,૪૪૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૧૨૧ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(10:57 am IST)