સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th April 2021

એક જ રાતમાં ૨૩ મોત : બુધવારથી સુરેન્દ્રનગરમાં સ્વૈચ્છીક લોકડાઉન

જિલ્લામાં કોરોનાનો કપરોકાળ : ઓકિસજન ખૂટયા : રેમડેસિવિરના ઇન્જેકશન ન મળતા રજાના દિવસે કલેકટર કચેરીમાં હોબાળો : જિલ્લામાં પરિસ્થિતિ કથળી રહી છે એક જ દિવસમાં ૧૯૬ નવા કેસો નોંધાયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૬ : સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોના સંક્રમણ વધતું જઈ રહ્યું છે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૬ જેટલા કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ નોંધાય ચુકયા છે ત્યારે અત્યાર સુધીના સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ ૨૪ કલાકમાં સુરેન્દ્રનગરમાં નોંધાયા છે ત્યારે હોસ્પિટલો પણ હાલમાં કોરોના દર્દીઓથી ઉભરાઇ ચૂકી છે ઉલ્લેખનીય છે કે જિલ્લા ની પરિસ્થિતિ હાલમાં વણથંભી બનતી જઈ રહી છે ઓકિસજન નો અભાવ ના પગલે લાંબી લાઈનો ઓકિસજન વેચનાર કંપનીઓ બહાર જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે ઘરે કોરોનાની સારવાર લેતા દર્દીઓ માટે ઓકિસજન આપવાનું બંધ કરી દેવામાં આવતા હાલમાં સુરેન્દ્રનગરમાં દેકારો મચી જવા પામ્યો છે.

બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ સતત વધતું જઈ રહ્યું છે એક જ રાત્રિમાં કોરોના ના ૨૩ દર્દીઓના મોત નિપજયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે ત્યારે જિલ્લાવાસીઓ હવે સતર્ક બને છે હવે જરૂરી છે કોરોના સંક્રમણ વધતું જઈ રહ્યું છે બધું જાણે સુરેન્દ્રનગરમાં રામ ભરોસે હોય તેમ ચાલી રહ્યું છે સુરેન્દ્રનગરની આનંદ ભવન ખાતે બનાવવામાં આવેલી કોઈ હોસ્પિટલ માત્ર ૨૬ મિનિટમાં ભરાઈ જવા પામી છે. ત્યારે હવે કોરોના ના દર્દીઓ અને સારવાર માટે કોઈ જગ્યા નથી.

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોના સંક્રમણ વકરતો જઈ રહ્યો છે ત્યારે હવે કોરોના સંક્રમણ ની ચેન તોડવા માટે સરકાર અને પ્રશાસન વિભાગે તમામ પ્રકારના પ્રયાસો કરી રહી છે પરંતુ કોરોના સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા દુધરેજ વઢવાણ નગરપાલિકા ખાતે કાલે નગરપાલિકાના પ્રમુખ અને આગેવાનો વચ્ચે બેઠક યોજવામાં આવી હતી વેપારી એસોસિયેશનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને બેઠક યોજવામાં આવી હતી કે આગામી દિવસોમાં સુરેન્દ્રનગરમાં કોરોના સંક્રમણ અટકાવવાના પ્રયાસો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગરમાં લોકડાઉન સિવાય કોઈ બીજો વિકલ્પ કોરોના સંક્રમણ ને અટકાવવા માટેનો ન હોવાનું વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે વેપારીઓ દ્વારા સ્વેચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે બુધવાર થી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના તમામ ધંધા-રોજગાર બંધ રહેશે પાંચ દિવસનું શ્રંણૂત્ત્ફુંરૃઁ વેપારી એસોસિયેશન દ્વારા આપવામાં આવ્યું છે. ત્યારે હવે સ્વૈચ્છિક શ્રંણૂત્ત્ફુંરૃઁ બાદ સુરેન્દ્રનગરમાં કોરોના સંક્રમણ  અટકે છે કે નહીં તે હવે જોવું રહ્યું. સુરેન્દ્રનગરમાં એક તરફ કોરોના સંક્રમણ સતત વધતુ જઈ રહ્યુ છે ત્યારે હાલમાં ઓકિસજનની અછત સર્જાઈ જવા પામી છે ત્યારે સુરેન્દ્રનગરની સીજે હોસ્પિટલમાં બે દિવસ પહેલા જિલ્લા પ્રશાસન વિભાગ તથા આગેવાનો દ્વારા ૫૦ પથારીનો કોવિડ વિભાગ ઊભો કરવામાં આવ્યો આવ્યો છે ત્યારે કોરોનાના કપરા કાળમાં સુરેન્દ્રનગરમાં ઓકિસજનની અછત હોવાના કારણે ઓકિસજનના બાટલા ન મળતાં હાલમાં કોરોના વોર્ડ ઉભો કરવામાં વિલંબ અનુભવાઇ રહ્યો છે. ત્યારે કોરોના ના સમય માં ઓકિસજન ના બાટલા ન મળતા મંજૂરી ને ૨ દિવસ બાદ પણ કોરોના વોર્ડ શરૂ કરવા માં વિલંબ થઈ રહ્યો છે.

જયારે ૪૦૦ વધુ લોકો હોમ આસોલેશનની સારવાર લઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં હાલ મૃતક આંક પણ વધી રહ્યો છે ત્યારે ઓકિસજન બાબત ઉપર સુરેન્દ્રનગર માં મોટા પાયે હોબાળો થઇ રહ્યો છે.હોસ્પિટલમાં જયારે સારવાર લઈ રહ્યા છે તેઓને સારવાર માટે વધુ મુશ્કેલી ન સર્જાય એ માટે ઓકિસજન સ્ટોક રાખવો અનિર્વાય હોય આ માટે ઉપરથી સુરેન્દ્રનગર કલેકટર દ્વારા રાતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે હાલ હોમ આસોલેશન દર્દીઓ માટે અને સસ્થાઓ માટે ઓકિસજન ૧૦% આપવામાં આવશે.

(10:56 am IST)