સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th April 2019

જુનાગઢમાં ઉછીના નાણા પાછા માંગવા જતા કારખાનેદાર બંધુનો મહિલા પર નિર્લજ્જ હુમલો

૪ શખ્સો સામે ફરિયાદ, બે ની ધરપકડ

જુનાગઢ તા ૨૬ :  જુનાગઢમાં  એસ.ટી. રોડ પર  આવેલ રામકૃષ્ણ  સોસાયટીમાં રહેતા   સીંધી રેખાબેન અશોકભાઇ લાલવાણી (ઉ.વ.૪૫) એ જુનાગઢના સીંધી કૈલાશ તોલારામને રૂ. ૫.૫૦ લાખ હાથ ઉછીના આપ્યા હતા.

ગઇકાલે રેખાબેન, હીનાબેન નામની મહીલા સાથે કૈલાશ પારવાણીના  જુનાગઢમાં જી.આઇ.ડી.સી.માં આવેલ કારખાને નાંણા પાછા લેવા માટે ગયા હતા ત્યારે કૈલાસ અને તેનો ભાઇ મનોજ તોલારામ તેમજ ભાવેશ મહેશ અને એક અજાણ્યા શખ્સે બંને મહીલા સાથે ઝપાઝપી કરી હતી. તેમજ રેખાબેનની પજવણી કરી, તેણીના કપડા ફાડી નાખી તેના  ઉપર નિર્લજ્જ હુમલો કર્યો હતો. ઉપરાંત  બંન ેને દવા-ફિનાઇલ  જેવુ પીવડાવી દઇ ધાક ધમકી આપી હતી.

આ અંગેની રેખાબેનની ફરીયાદના આધારે તુરત પી.એસ.આઇ. બી.એમ. વાઘમશીએ ત્વરીત તપાસ હાથ ધરીને કૈલાસ અને ભાવેશ, મહેશની ધરપકડ કરી અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

(3:15 pm IST)