સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th April 2019

વલ્લભીપુરના પાટણામાં ભર ઉનાળે પાણી માટે વલખા :ગ્રામજનો દ્વારા પોસ્ટરો સાથે ચક્કાજામ

લોકોમાં ભારે રોષ :પાણીની માંગ સાથે પોસ્ટરો લઇને સુત્રોચાર

ભાવનગરના વલભીપુરના પાટણામાં ભર ઉનાળે ગરમીમાં પાણી માટે લોકોને વલખા મારવા પડી રહ્યાં છે. તંત્ર દ્વારા ગ્રામવાસીઓને પાણી પૂરૂ ન પાડવામાં આવતા રોષે ભરાયા છે.

 ગામમાં 15થી 20 દિવસે પીવાનું પાણી મળે છે જેના કારણે મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિતના ગ્રામજનો જળએ જ જીવન,અમને પાણી આપો, પાણી વિના જીવન કેમ ચાલશે જેવા પોસ્ટરો લઇને રસ્તા પર ઉતરી આવ્યા છે.

   પાટણા ગ્રામવાસીઓ દ્વારા પાણીની માગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. વારંવાર કલેક્ટર સહિત ગાંધીનગર સુધી પાણી પૂર પાડવામાં આવે તેવી ગ્રામજનોએ રજૂઆત કરી હતી. તેમ છંતા તંત્ર દ્વારા તેમના પ્રશ્નોનો કોઇ ઉકેલ ના આવતા આજે પટાણા ગ્રામજનો દ્વારા ભાવનગર-અમદાવાદ રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો છે.

(1:41 pm IST)