સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th April 2019

ગોંડલમાં ફોટોગ્રાફરો માટે સેમીનાર

 ગોંડલઃ ફોટોગ્રાફર વિડિયોગ્રાફર એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્રમાં પ્રથમ વાર ફયુજી કંપનીનો વર્કશોપ ગોંડલમાં યોજાયો જેમાં કંપનીના ટેકનીશ્યન સૌરભભાઇ જોષીએ નવા મીરરલેસ કેમેરા વિષય પર માહિતી આપેલ. કંપનીએ કેમેરાનો ડિસ્પ્લે પણ રાખેલ તથા એરિયા સેલ્સ મેનેજર જપનભાઇ ચોલેરાએ આધુનિક ટેકનીકનું જ્ઞાન આપેલ. આ વર્કશોપનો ગોંડલ તથા તાલુકાના ફોટોગ્રાફર્સ વિડિયોગ્રાફરોએ બહોળી સંખ્યામાં હાજર રહી લાભ લીધેલ આ કાર્યક્રમને સફળ બનાવવા દરેકે જહેમત ઉઠાવેલ હતી.(તસ્વીર-અહેવાલઃ ભાવેશ ભોજાણી, ગોંડલ)

(11:55 am IST)