સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th April 2019

ઉનાના વાવરડાના કનુભાઇ ગોહેલનું બાઇક સહિત કારની ઠોકરે ચડતાં મોત

રાજકોટ તા. ૨૬: ઉનાના વાવરડા ગામે રહેતાં કનુભાઇ બાપુભાઇ ગોહેલ (ઉ.૪૫) બાઇક સહિત કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

કનુભાઇ તા. ૨૪ના રોજ પોતાના ગામથી બાઇક હંકારી તુલસીશ્યામ રોડ પર જતાં હતાં ત્યારે મુનિ મંદિર પાસે કારની ઠોકરે ચડી જતાં ફંગોળાઇ જતાં ઉના, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ રાત્રીના મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહે કાગળો કરી ઉના પોલીસને મોકલ્યા હતાં.

(11:50 am IST)