સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th April 2019

દ્વારકા જિલ્લામાં ગત ૨૦૧૪ની લોકસભાની ચુંટણી કરતા ૩.૬૦ ટકા મતદાન વધ્યુ

દ્વારકા તા.૨૬ : દેવભૂમી દ્વારકા જિલ્લાની બે વિધાનસભા મત વિસ્તારનું ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં સરેરાશ મતદાન ૫૪% રહ્યુ હતુ પરંતુ આ વખતની ૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં ૫૭.૭૧% જેટલુ સરેરાશ મતદાન થયુ જે ગત ચુંટણી કરતા ૩.૬૦% વધારો નોંધપાત્ર મતદાનમાં જણાયો છે.

આ વખતની લોકસભા ચુંટણી માટે ચુંટણીપંચ દ્વારા લોકોને વધુ મતદાન કરવા જાગૃત કરવા માટે મતદાન જાગૃતિ કાર્યક્રમો કરવા સુચના આપવામાં આવતા અત્રેના જિલ્લાના ચુંટણી તંત્રના પ્રયાસો થકી વિવિધ મતદાતા જાગૃતિ કાર્યક્રમો કરવા માટે જિલ્લાના ગોંડલ વગેરે જિલ્લાના પ્રા. શિક્ષણ અધિકારી બી.એચ.વાઢેરની નિમણુંક કરવામાં આવેલ.

જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી ડો.રાજેન્દ્રકુમારના માર્ગદર્શન હેઠળ નોડલ અધિકારી દ્વારા મતદાતા જાગૃતિના અવનવા કાર્યક્રમો જેમાં સ્કુલ કોલેજોમાં રેલીઓ, સાઇનીંગ કેમ્પેઇન, શપથ કાર્યક્રમો દ્વારકાના દરિયા કિનારે સેલ્ફી પોઇન્ટ ઉભો કર્યો. જિલ્લાના દરેક જાહેર સ્થળો પર હોર્ડીંગ્ઝ લગાવવામાં આવ્યા તેમજ ધાર્મિક મોટા સમૂહોના પ્રસંગોએ મતદાન કરવા અપીલ કરાઇ હતી. સિનેમાગૃહમાં મતદાન જાગૃતિની વિડીયોનું પ્રસારણ, સ્થાનિક કેબલ પર પ્રસારણ એટલુ જ નહી જિલ્લાના અધિકારીશ્રીઓ જેમા જિલ્લા મુખ્ય ન્યાયાધીશ શ્રી ભટ્ટ, ટીડીઓ શ્રી ડો.મનીષકુમાર, એસપી રોહન આનંદ અને અધિક કલેકટર શ્રી પટેલ સાહેબના મતદાતાઓને વધુ મતદાન કરવા અપીલ કરતા બેનર્સ જિલ્લાના મુખ્ય સ્થળો જાહેર સ્થળો પર લગાવાયા હતા. જેની અસર મતદાતાઓ પર પણ જિલ્લામાં ગત ચુંટણી કરતા આ વખતની લોકસભાની ચુંટણીમાં નોંધપાત્ર મતદાન વધ્યું છે.

જાગૃતિ કાર્યક્રમોમાં જિલ્લા ચુંટણી અધિકારીશ્રી અને કલેકટર ડો.રાજેન્દ્રકુમાર દ્વારા સતત માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ. આ સાથે નાયબ જિલ્લા ચુંટણી અધિકારી શ્રી ઉંધાડ, બંને પ્રાંત અધિકારી ડી.ઓ.જોષી શ્રી વિઠ્ઠલાણી તેમજ દ્વારકા વિધાનસભા મતવિસ્તારના સુવાભાઇએ ખૂબ પ્રયત્નો કર્યા હતા.

(11:45 am IST)