સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th April 2019

કચ્છ અંજારના સચ્ચીદાનંદ મંદિરના મહંત પૂ. ત્રીકમદાસજી મહારાજનો પાર્દુભાવોત્સવ

રહેવા-જમવાની સુંદર વ્યવસ્થા વિવિધ સમિતિની રચના તડામાર તૈયારીઓ ૧લી મેના વિવિધ સેવાકાર્યો દેશ -વિદેશથી ભકતો ઉમટશે

ભાવનગર તા.ર૬: અંજાર(કચ્છ)ના લબ્ધપ્રતિષ્ઠિત સચ્ચીદાનંદ મંદિરના મહંત પૂ.પા. ત્રિકમદાસજી મહારાજનો પાર્દુભાવોત્સવ તા. ૧ મે ના દબદબાપૂર્વક ઉજવાશે.

 

પ્રતિ વર્ષની માફક અનુપમ ઉત્સવ અનેકાનેક માનવમાત્રની સેવાકીય પ્રવૃતિઓ કરી ઉજવાય છે. પૂર્ણ દિવ્યતા સભર ધર્મ મહોત્સવમાં પૂ.પા. મહંત ત્રિમદાસજી મહારાજના શ્રીમુખે વ્યાખ્યાન અખંડ ધૂન, ભજન, સંકિર્તન સહિત ધર્મભીના કાર્યક્રમોનું આયોજન થયેલ છે, આત્મતત્વનું પરમ પ્રજ્ઞાલન કરવા સમગ્ર કચ્છ કાઠીયાવાડ તેમજ મુંબઇ, બેંગ્લોર, વિદેશના લંડન, અમેરિકા સહિત વિશાળ ફલક પર પથરાયેલ રસિકો આવનાર છે, સર્વે માટે રહેવા તથા મહાપ્રસાદની અદ્દભુત વ્યવસ્થા ઉભી કરાયેલ છે. આ માટે અગિારથી વધુ સમિતિઓની રચના કરાઇ છે. જે સમગ્ર મહોત્સવની ધુરા સંભાળશે. સચ્ચીદાનંદ મંદિરને ઇલેકટ્રીક સિરીજો, ધજા -પતાકાથી સુશોભિત કરાયું છે. સમગ્ર કચ્છમાં પોતાના ઘરે પ્રસંગ જેવો માહોલ સર્જાયો છે. પાર્દુભાવોત્સવ ઉજવવા પાછળનો હેતુ સમજાવતા મહંત પૂ.પા.શ્રી ત્રિકમદાસજી મહારાજએ જણાવ્યું કે મંદિરમાં સદ્દધર્મ વૃદ્ધિ અને સનાતન ધર્મ સંસ્કારના પોષણ, સંવર્ધન અને દ્રઢીકરણ અર્થે ધર્મ મહોત્સવનું આયોજન થાય છે, તેમણે ઉમેર્યું હતું કે ભવ્યતા કરતા દિવ્યતાનું અનેકગણું મહાત્મય છે. આ પ્રસંગે સાધુ, સંતો, મહંતો, કથાકારો, મઠાધિપતિઓ, આચાર્યો ધર્મ સભાને સંબોધશે. લાભ લેવા, મહોત્સવ સમિતિએ અપીલ કરી છે.

(11:45 am IST)