સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th April 2019

ભાવનગરમાં લકઝરી બસમાં વિદેશી દારૂ લાવનાર બે મહિલા સહિત પાંચને પોલીસે ઝડપી લીધા

ભાવનગર, તા.૨૬: લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ કોન્સ રાજેન્દ્રસિંહ સરવૈયા તથા ઇમ્તીયાખાન પઠાણ ને એવી બાતમીરાહે હકિકત મળેલ કે મુંબઇ/દિવ વાયા ભાવનગરના રૂટ ઉપર ચાલતી જય ખોડીયાર ટ્રાવેલ્સમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની હેરફેર થાય છે. આજરોજ તે ટ્રાવેલ્સમાં મુંબઇથી  દારૂ ભરી ભાવનગર આવવાનો છે. અને તે દારૂનો જથ્થો લાવવા માટે ટ્રાવેલ્સના ડ્રાઇવર/કલીનરની મદદ લેવાની છે. અને દારૂનો જથ્થો પેસેન્જરોના સામાન ભેગો ડીકીમાં હોવાની શકયતા છે. તેવી  મળેલ જે હકિકત આઘારે નારી ચોકડી ખાતે વોચમાં રહેતા તે દરમ્યાન જય ખોડીયાર ટ્રાવેલ્સનીબસ નારી ચોકડી ઉપર આવતા તેને કોર્ડન કરી રોકી ડીકીની ઝડતી લેતા તેમાંથી અલગ અલગ પ્લાસ્ટીકના થેલાઓમાં અલગ અલગ બ્રાન્ડ નેઇમની પ્લાસ્ટીકના થેલા નંગ-૧૭ માં કુલ બોટલ નંગ-૬૪૮ કી.રૂ. ૨,૯૧,૯૮૪/-ની મળી આવતા તેમજ ઉપરોકત પાંચેય ઇસમો પાસેથી મોબાઇલ નંગ-૦૫ કિ.રૂ. ૧૬,૫૦૦/- તથા બસની કિ.રૂ. ૨૦,૦૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ.ઙ્ગ ૨૩,૦૮,૪૮૪/-ના મુદામાલ સાથેઙ્ગ પકડાય જઇ તમામે પ્રોહી કલમ- પ્રોહી કલમ ૬૫ એ ઈ ૮૧,૮૩, ૧૧૬બી, ૯૮(૨) મુજબઙ્ગ ગુન્હો કરેલ હોય તમામ વિરૂધ્ધમાં વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આરોપીઓઃ-(૧) પુનમબેન  દ્યર્મેશભાઇ મેદ્યજીભાઇ સારોલીયા રહે. મુંબઇ ભાયખલા વેસ્ટ એમ.એન. જોષી માર્ગ લક્ષ્મી બીલ્ડીંગ પી. રૂમ નં-૩૦૧(ર) દ્યર્મેશભાઇ મેઘજીભાઇ નરશીભાઇ સારોલીયા રહે. મુંબઇ બીલ્ડીંગ પી. રૂમ નં-૩૦૧(૩) શારદાબેન  રોહીતભાઇ જોરૂભાઇ બુટીયા રહે. મુંબઇ કાંદીવલી આકોલી રોડ હનુમાનનગર સાવલીબારની પાછળ રૂમ નં-૧૦૭ (૪) ડ્રાયવર ઉમેશભાઇ ડાયાભાઇ મેરાભાઇ વાઘેલા સોનગઢ પેટ્રોલ પંપની પાછળ તા. શિહોર (૫) કલીનર વિક્રમભાઇ રણજીતભાઇ શંભુભાઇ ચૌહાણ મોટા ખુટવડા તા. મહુવા ઝડપાયા છે. 

આ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના I/C પોલીસ ઇન્સ.  એસ.એન.બારોટ તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજા તથા સ્ટાફના હેડકોન્સ. કલ્યાણસિંહ જાડેજા,ભયપાલસિંહ ચુડાસમા પો.કો. ઇમ્તીયાઝ પઠાણ, ચિંતનભાઇ મકવાણા, જયદિપસિંહ ગોહિલ, શકિતસિંહ ગોહિલ વિગેર સ્ટાફના માણસો જોડાયા હતા.

(11:43 am IST)