સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th April 2019

તાલાલા યાર્ડમાં આ વખતે કેરીની હરરાજીનો ર 'દિવસ મોડો પ્રારંભ

પ મે એ હરરાજી શરૂ થયા બાદ બજારમાં કેરીની ધોમ આવક થશે

તાલાલા તા.ર૬: ગીર સોમનાથ જિલ્લાના તાલાલા યાર્ડમાં તા. પ મે થી કેરીની હરરાજી શરૂ થયા બાદ માર્કેટમાં કેરીની ધોમ આવક શરૂ થશે.ગયા વર્ષે તાલાલા યાર્ડમાં ૩જી મેના દિવસથી હરાજી શરૂ થઇ હતી. આ વખતે બે દિવસ મોડી હરાજી થશે. તાલાલા યાર્ડમાંથી પ્રાપ્ત વિગતો પ્રમાણે ગયા વર્ષે ૪૨ દિવસ સુધી કેરીની સ્ીઝન ચાલી હતી. આ દરમિયાન યાર્ડમાં કુલ મળીને ૮.૩૦ લાખ બોકસ વેચાણ માટે આવ્યા હતા. એક બોકસનો સરેરાશ ભાવ રૂ. ૩૧૦ લેખે ખેડૂતોને મળ્યો હતો. કેસરનો ભાવ ખેડૂતોને સારો મળતા ઉત્સાહ પણ વધ્યો હતો.જો કે આ વર્ષે કેસરનો પાક ઓછો દેખાય છે. સીઝનના આરંભે પાકને ઠંડી સાથે વારંવાર થતા વાતાવરણના ફેરફારોનો સામનો કરવો પડયો હોવાથી કેરીના બંધારણને ભારે નુકશાન થયું છે. આગોતરો પાક લગભગ બધે નિષ્ફળ ગયો છે. જો કે પાછોતરો પાક છે તે ય ઓછો છે. કિસાનોની અપેક્ષા કરતા ઓછો પાક દેખાઇ રહ્યો હોવાથી ભાવ ઉંચા રહે તેમ છે.કેસરનો પાક કેટલો થશે અને સીઝન કેટલા દિવસ ચાલશે. તે હરાજી શરૂ થયાં પછી જાણવા મળી શકે છે. કેરીના ભાવ પણ કદાચ ઉંચા રહે તેવું પૂર્વાનુંમાન છે. ખેડૂતો અને વેપારીઓને નવી સીઝનની હરાજીમાં તકલીફ ન પડે તે માટે પુરતી વ્યવસ્થા કરી લેવામાં આવી છે.

(11:41 am IST)