સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th April 2019

કાલથી રાણાવાવના વડવાળામાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

પૂંજા દાદા, કાળુ બાપા, બચુબાપા, હસુભાઇ પરિવાર દ્વારા આયોજન વ્યાસાસને શાસ્ત્રી ભાવિનભાઇ રાવલઃ વિવિધ ધાર્મિક ઉત્સવ- સાંસ્કૃતિક કાર્યક્રમો

રાજકોટ, તા.૨૬: પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના વડવાળા ગામમાં શ્રીનાથધામ, પૂંજાબાપાનું મંદિર, બાધારીવાડી ખાતે કાલે તા. ૨૭ને શનિવારથી તા. ૪-૫-૧૯ને શનિવાર સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેના વ્યાસાસને રાજકોટનાં વૈદિક કર્મભૂષણ પૂ. રમેશભાઇ ઓઝાના શિષ્ય સમર્થ કથાકાર ભાવિનભાઇ રાવલ બિરાજીને કથાનંુ રસપાન કરાવશે.

બાધારીધામમાં બિરાજમાન શ્રી રાંદલમા, શ્રી ભવાની મા, શ્રી મોમાઇની કૃપાથી શ્રીનાથજી બાવાના સાક્ષાત સ્વરૂપ સમાન શ્રીમદ્દ ભાગવત સપ્તાહ પૂંજાબાપા પરિવારના તમામ પિતૃઓના તમામ પિતૃઓની પ્રસન્નતા માટે આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત તા. ૨૭ને શનિવારે સવારે ૮ વાગ્યે દેહશુદ્ધિ-દેવ સ્થાપન, સાંજે ૪વાગ્યે શ્રી પોથીજી સામૈયા, સાંજે ૬ વાગ્યે શ્રીમદ્દ ભાગવત મહાત્મય વાંચન, તા. ૧ ને બુધવારે બપોરે ૧૨.૩૦ વાગ્યે શ્રી રામ પ્રાગટય, સાંજે ૬ વાગ્યે શ્રીનંદ મહોત્સવ, તા. ર ને ગુરૂવારે શ્રી કાળુબાપા પાટોત્સવ, સાંજે ૬ વાગ્યે શ્રી ગોવર્ધન મહોત્સવ, તા. ૩ ને શુક્રવારે સાંજે ૬ વાગ્યે શ્રી રૂક્ષ્મણ વિવાહ, તા. ૪ ને શનિવારે બપોરે ૧૧.૩૦ વાગ્યે હુંડી વાંચન-પૂર્ણાહુતિ વિધી વિધાન, બપોરે ૩ વાગ્યે શ્રી વિષ્ણુયાગ (યજ્ઞ) યોજાશે.

શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં તા. ૨૭ ને શનિવારે રાત્રે ૯ વાગ્યે કિર્તન, તા. ૨૮ ને રવિવારે રાત્રે ૯ વાગ્યે હવેલી સંગીત, તા. ૨૯ને સોમવારે રાત્રે ૯ વાગ્યે સત્યનારાયણ કથા તા. ૩૦ ને મંગળવારે રાત્રે ૯ વાગ્યે શ્રી નાથજીની ઝાંખી, તા. ૧ ને બુધવારે રાત્રે ૯ વાગ્યે ભજન, તા. ર ને ગુરૂવારે પારિવારીક રાસ-ગરબા, તા. ૩ ને શુક્રવારે રાત્રે ૯ વાગ્યે ભજન કિર્તન તથા તા. ૪ ને શનિવારે રાત્રે ૯ વાગ્યે લોટી ઉત્સવ-ઢાઢી લીલાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાવિકોને લાભ લેવા પૂંજાદાદા, કાળુબાપા, બચુબાપા, હસુભાઇ, મંજુલાબેન અને વૃજલાલ રૂપારેલીયા, ભારતીબેન અને મુકેશભાઇ રૂપારેલીયા, ભાવનાબેન અને નવિનભાઇ રૂપારેલીયા, ચેતનાબેન અને દિલીપભાઇ રૂપારેલીયા, મમતાબેન અને અશ્વિનભાઇ રૂઘાણી, મીનાબેન અને અરવિંદભાઇ રૂઘાણી, મીનાબેન અને નિમેષભાઇ રૂપારેલ, બીનાબેન અને આશિષભાઇ મોનાણી, મીનાબેન અને મહેન્દ્રભાઇ ઝીંઝુવાડીયા, સરોજબેન અને રાજેશકુમાર પટેલ, ડો. નિલેષભાઇ હરિભાઇ લાઠીયા, મીનાબેન અને હસમુખભાઇ રૂપારેલીયા, ધારાબેન અને કિશોરભાઇ રૂપારેલીયા, હિનાબેન અને નટવરલાલ રૂપારેલીયા, શીલાબેન અને વિજયભાઇ રૂપારેલીયા, મીનાબેન અને ભુપતભાઇ અમલાણી, મૃદુલાબેન અને જેન્તીભાઇ રૂઘાણ, વૈશાલીબેન અને નિમેષભાઇ પારેખ, નંદિનીબેન અને અતુલભાઇ નથવાણી, શારદાબેન અને રમેશભાઇ ગોંધિયા, જીજ્ઞાબેન અને વિનોદભાઇ કાનાબાર, સરોજબેન અને સુખલાલ પંચાસરા તથા આરતીબેન અને પરેશભાઇ કારીયા, ગીતાબેન અને નયનભાઇ નથવાણી, ખ્યાતીબેન અને રાહુલભાઇ રૂઘાણી, રશ્મીબેન અને જયસુખભાઇ રાયચુરા, શિતલબેન અને સુધીરભાઇ રૂઘાણી, શિતલબેન અને સંદિપભાઇ બાલધા, નેહાબેન અને ભરતભાઇ પટેલ, માનસીબેન અને નિરવભાઇ ગાથા, ચાંદનીબેન અને દિપકભાઇ રૂઘાણી, જયોત્સનાબેન અને જગુભાઇ ખેતીયા તથા સમગ્ર પૂંજાદાદા પરિવારે આમંત્રણ પાઠવ્યું છે.

વધુ વિગત માટે કિશોરભાઇ (મો. ૯૮૯૮૯ ૨૧૩૩૮), નવિનભાઇ (મો. ૯૯૨૫૮ ૭૬૧૨૬), અશ્વિનભાઇ (મો. ૯૪૦૮૩ ૬૩૮૧૯) ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

(9:48 am IST)