સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 25th April 2019

ગઢડાના ક્રિકેટનાં સટ્ટાના ગુન્હાનો એક વર્ષથી નાસતો -ફરતો આરોપી જિલેશ ભરવાડ સુરેન્દ્રનગરથી ઝડપાયો

 

ભાવનગર :બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ મથકના ક્રિકેટના સટ્ટાના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો છે

  ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારના માર્ગદર્શન અને સુચનાથી આર.આર. સેલના સ્ટાફના માણસોને બાતમીમળેલ કે, બોટાદ જીલ્લાના ગઢડા પો.સ્ટે.નાં ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી જીલેશભાઇ ઉર્ફે જીલુભાઇ મેઘાભાઇ રાતડીયા (રહે ,સુરેન્દ્રનગર) છે બાતમીના સ્ટ્રાફના માણસો સુરેન્દ્રનગર ખાતે જઇ તપાસ કરતા આરોપી જીલેશભાઇ ઉર્ફે જીલુભાઇ મેઘાભાઇ રાતડીયા/ભરવાડ (..૩૯ ) (રહે,જયગોપાલ સોસાયટી, દાલમીલ રોડ સુરેન્દ્રનગર )ને મલ્હાર ચોક માંથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગઢડા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

(12:55 am IST)