સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

જામનગરમાં કલેકટર સહિત અધિકારીઓએ લોકોને ખરીદી સમયે અંતર જાળવવાની અપીલ કરીઃ

જામનગર,તા.૨૬: કલેક્‍ટર રવિશંકર દ્વારા સ્‍વીટ માર્ટ, શાકભાજીનીᅠ દુકાનો, રિલાયન્‍સ મોલ અને ગ્રેઈન માર્કેટની કરિયાણાની દુકાનોમાં  રૂબરૂ તપાસ કરી. લોકોનેᅠ દુકાન પરᅠ અંતર જાળવીᅠ વસ્‍તુઓ ખરીદવાનુંᅠ સૂચન કરાયું તેમજ દુકાનના માલિકોને લોકોને અંતર જાળવવા રાઉન્‍ડ બનાવી લોકોને તેમાં ઉભા રાખવા સુચના આપવામાં આવી. આ ફ્‌લાઈંગ વિઝિટમાં જિલ્લા વિકાસ અધિકારી વિપીન ગર્ગ, પ્રાંત અધિકારીશ્રી હર્ષવર્ધનસિંહ સોલંકી, પુરવઠા અધિકારી કેયુર જેઠવા વગેરે અધિકારીઓ ઉપસ્‍થિત હતા. તે પ્રથમ બે તસ્‍વીરમાં જણાય છે.જ્‍યારે કોરોનાના સંક્રમણની અટકાવવા માટે સમગ્ર દેશની માફક હાલ જામનગરમાં પણ લોક ડાઉન છે ત્‍યારે રસ્‍તા પર વાહનચાલકોને અટકાવવામાં આવી રહ્યા છે તેવા સમયે કેટલાક રિક્ષાવાળાઓએ હાઈવે પર પોતાના ધંધા-રોજગાર માટે રિક્ષા લઈને નીકળતા સામે આવ્‍યા હતા. જેને જામનગર પોલીસે જામનગર-રાજકોટ હાઇવે પર પોલીસને ટ્રાફિક શાખા દ્વારા આવા રિક્ષાચાલકોએ અટકાવી કાયદાનો દંડો ઉગામ્‍યો હતો. તે ત્રીજી તસ્‍વીરમાં જણાય છે. આ ઉપરાંત કોરોનાનો સંક્રમણᅠ ને અટકાવવા માટેᅠ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની અપીલના પગલે થયેલᅠ લોક ડાઉનમાં જામનગરમાં શહેરના મુખ્‍ય રસ્‍તાઓ ખાલીખમ જોવા મળી રહ્યા છે. રવિવાર વહેલી સવારથી જ શહેરની ચહલપહલ વાળા રસ્‍તાઓ પર એકલ-દોકલ વાહનો સિવાય કઇજ જોવા મળ્‍યું નહોતું. શહેરના સાત રસ્‍તા, લાલબંગલા સર્કલ, લિમડા લેન વિસ્‍તાર, બેડી ગેટ, કે વી રોડ સહિતના વિસ્‍તારોમાં મોટા ભાગની દુકાનો બંધ જોવા મળી હતી. આ ઉપરાંત જીવન જરૂરી શાક અને દૂધ તેમજ અનાજ કરિયાણાની દુકાનો ઉપરાંત મેડિકલ સ્‍ટોરો ખુલ્લા જોવા મળ્‍યા હતા. અને લોકોને શાક બકાલુ લેવા ઉમટેલા જોવા મળ્‍યા હતા તે પ્રસંગની તસ્‍વીર તમામ તસ્‍વીરો. (તસ્‍વીરઃ કિંજલ કરસરીયા. જામનગર)

(1:06 pm IST)