સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

ખંભાળીયામાં સેવાભાવી વેપારી ભરતભાઈ દ્વારા ફુડ પેકેટ, ગાયોને ઘાસ, કૂતરાને બિસ્‍કીટ અપાયા

 ખંભાળીયા, તા. ૨૬ :. દેવભૂમિ જિલ્લાના ખંભાળિયામાં આજથી ૨૧ દિવસ સુધી લોકડાઉન થતા ગરીબ અને રોજેરોજનું કમાઈને ખાનારા પરિવારોની સ્‍થિતિ કફોડી થઈ હોય તથા તેમના માટે ભોજન પણ ના મળે તેવુ થયુ હોય ગઈકાલે શ્રીરામ નમકીન પેંડાવાળા ભરતભાઈ મોટાણીએ ૪૦૦ - ૫૦૦ રૂપિયા કિલોવાળી તેમની દુકાનની ઢગલાબંધ મિઠાઈઓ તથા ફરસાણના ફુડ પેકેટ બનાવીને અનેક ગરીબ વિસ્‍તારોમાં જઈને લોકોને વહેંચ્‍યા હતા.

ભરતભાઈ મોટાણી સાથે સુરેશભાઈ મોટાણી, નીતિન સોમૈયા, દીપલ મોટાણી, નીતિન ગણાત્રા, નિકુંજ ખગ્રામ, સની દાવડા, ભરતભાઈ દવે (દુલાભાઈ) વિ. પણ જોડાયા હતા.

સુરેશભાઈ મોટાણી સહિત અનેક સેવાભાવીઓ દ્વારા ગાયોને ઘાસચારો તથા હાર્દિકભાઈ મોટાણી દ્વારા કૂતરાને રોટલા તથા બિસ્‍કીટ માટે વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.  બજારોમાં પાનની દુકાનો બંધ થતા કૂતરા તથા બજારોમાં લોકો ન નિકળતા ગાયોને ઘાસચારો પ્રાપ્‍ત ન થાય તેવી સ્‍થિતિ થઈ છે.

(1:05 pm IST)