સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

જામનગરઃ કલેકટર દ્વારા દુકાનોમાં તપાસ

જામનગરઃ કલેક્‍ટરશ્રી રવિશંકર દ્વારા સ્‍વીટ માર્ટ, શાકભાજીનીᅠ દુકાનો, રિલાયન્‍સ મોલ અને ગ્રેઈન માર્કેટની કરિયાણાની દુકાનોમાં તપાસ કરવામાં આવી. લોકોનેᅠ દુકાન પરᅠ અંતર જાળવીᅠ વસ્‍તુઓ ખરીદવાનુંᅠ સૂચન કરાયું તેમજ દુકાનના માલિકોને લોકોને અંતર જાળવવા રાઉન્‍ડ બનાવી લોકોને તેમાં ઉભા રાખવા સુચના આપવામાં આવી. ફ્‌લાઈંગ વિઝિટમાં જિલ્લા વિકાસ અધિકારી વિપીન ગર્ગ, પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ સોલંકી, પુરવઠા અધિકારી કેયુર જેઠવાᅠ વગેરે અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત હતા.તે પ્રસંગની તસ્‍વીર.

(1:04 pm IST)