સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

શાપુરમાં બેન્કમાંથી નિકળેલ વૃધ્ધની થેલી ઝૂંટવી લેનાર જુનાગઢનો શખ્સ ઝડપાયો

જુનાગઢ તા.ર૬ : વીસેક દિવસ પહેલા વંથલી તાબેના શાપુર ગામે આવેલ એસબીઆઇ બેન્કેથી ૮૦ વર્ષના વયોવૃધ્ધ વ્યકિતએ ઉપાડેલ રૂપીયા રપ૦૦૦ લઇને જતાં હતાં દરમિયાન અજાણ્યા મોટર સાયકલ સવાર ઇસમએ પાછળથી આવી હાથમાં રહેલ રૂપીયાની થેલી ઝુંટવી લઇ નાશી ગયેલાનો બનાવ બનેલ. બનાવ બન્યા ક્રામઇ બ્રાંચના પોલીસ ઇન્સ. આર.સી.કાનમીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચના જુનાગઢના પો. સબ. ઇન્સ. આર.કે.ગોહિલ તથા પો.હેડ કોન્સ. એસ.એ.બેલીમ પો. કોન્સ. સાહિલભાઇ સમા, દિવ્યેશભાઇ ડાભી, ડાયાભાઇ કરમટાનાઓએ સ્થળની આજુબાજુમાં આવેલ સીસીટીવી ફુટેજના અવલોકન કરતા સદર બનાવને અંજામ આપનાર ઇસમ સીસીટીવી ફુટેજમાં નજરે પડતા શંકાસ્પદ ઇસમ વલેજ બસીર ઉર્ર્ફ ટપુ હબીબભાઇ ગામેતી (ઉ.વ.ઘ૭) સોનારડી વાળો રહે. જુનાગઢવાળો હોય જેથી મજકુર ઇસમીની તેના રહેણાંક મકાનએ તપાસ કરતાં મળી આવેલ અને સી.આર.પી.સી.ક. ૪૧ (૧) એ મુજબ અટક કરી વંથલી પો. સ્ટે. ખાતે નોંધાયેલ ગુ.ર.નં. ૧૧ર૦૩૦૬૮ર૦૦૦૮૭ - ર૦ર૦ ઇ.પી.કો.ક. ૩૭૯ એ (૩) મુજબનો વણ શોધાયેલ ગુન્હો શોધી કાઢી આગળની કાર્યવાહી સારૂ વંથલી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. રોકડા રૂા.ર૦,૦૦૦, હિરો હોન્ડા સીડી ડીલક્ષ મો.સા.૧ કિ.૧પ,૦૦૦ મોબાઇલ ફોન ૧  કિ. રૂા.ર૦૦૦ કબ્જે કરેલ છે. જુનાગઢ શહેર બી ડીવીઝન પો. સ્ટે. ગુ.ર.નં.ફ.૧૧૧-૧૮ ઇ.પી.કો.ક.૪ર૦, ૪૬પ, ૪૬૮, ૪૭૧ મુજબ ગુન્હામાં અગાઉ પકડાયેલ છે.

(1:02 pm IST)