સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

હરિદ્વારમાં ફસાયેલા ૩૦૦થી વધુ યાત્રિકો ગુજરાત આવવા રવાના

હરિદ્વારના નકલંક આશ્રમના રાજેન્દ્રદાસબાપુ અને સાંસદો પૂનમબેન માડમ, રમેશ ધડુક અને રાજેશભાઈ ચુડાસમાનો પુરતો સહયોગ

રાજકોટ : સૌરાષ્ટ્ર - ગુજરાતભરમાંથી ૩૦૦થી વધુ યાત્રિકો હરિદ્વાર ગયા હતાં ત્યાં ફસાઈ ગયા હતા. દરમિયાન આ લખાય છે ત્યારે હરિદ્વારમાં ફસાયેલા આ યાત્રિકો ગુજરાત આવવા રવાના થઈ ગયા છે. હરિદ્વારના નકલંકધામ આશ્રમ તેમજ જુદા જુદા આશ્રમમાં ફસાયેલા ૩૦૦થી વધુ ભાઈ - બહેનોને ગુજરાત રવાના કરવા માટે નકલંકધામ આશ્રમના પૂ.રાજેન્દ્રદાસબાપુ તેમજ ઉત્તરાખંડ સરકાર, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા તેમજ જામનગર સાંસદ પૂનમબેન માડમ, જૂનાગઢ સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને પોરબંદરના સાંસદ શ્રી રમેશભાઈ ધડુક સાથે સતત સંપર્કમાં રહી આ યાત્રિકોને પરત લાવવામાં આવી રહ્યા છે. આશ્રમ તરફથી રસ્તામાં ભોજનની તેમજ યાત્રિકોને ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથોસાથ હરિદ્વાર પ્રશાસન દ્વારા વાહનના પાસ પણ કાઢી આપવામાં આવ્યા છે. જેથી ગુજરાત સુધી પહોંચવામાં આ યાત્રિકોને હેરાનગતિ ન વેઠવી પડે. તસ્વીરમાં હરિદ્વારથી બસ મારફત નિકળી રહેલ યાત્રિકો નજરે પડે છે.

(1:01 pm IST)