સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

કોરોના સામે લડવા કોર્પોરેટ ક્ષેત્રનો સહયોગ માંગતા સાંસદ પૂનમબેન

જામનગર, તા. ૨૬ :. વૈશ્વિક સ્‍તરે વિસ્‍તરી રહેલા કોરોના વાયરસ સામે લડવા અને આ મહામારીમાંથી લોકોને બચાવવા પૂર્વ ઉપાયરૂપે તાત્‍કાલીક રીતે મોટી સંખ્‍યામાં માસ્‍ક, સેનેટાઈઝર, ઓકિસજન સીલીન્‍ડર, વેન્‍ટીલેટર તેમજ આ રોગ સામે જરૂરી દવાઓની તાતી જરૂરીયાત હોય જેને ધ્‍યાને લઈ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી કોર્પોરેટ સંસ્‍થાઓ જેવી કે રીલાયન્‍સ, ન્‍યારા એનર્જી, આર.એસ.પી.એલ., ટાટા કેમીકલ્‍સ, જી.આર. ઈન્‍ફ્રા., પાવરીકા વિગેરે જેવા નાના મોટા દરેક કોર્પોરેટ સેકટર અને ઉદ્યોગગૃહોને સાંસદ શ્રી પૂનમબેન માડમ દ્વારા આ ઉદ્યોગગૃહો પાસે રહેલા સી.એસ.આર. ફંડમાંથી મોટી રકમોનો આર્થિક સહયોગ કરવા અપીલ કરાયેલ છે.

જામનગર સંસદીય મત વિસ્‍તાર હેઠળના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારો ઉપરાંત મોરબી તાલુકાના આમરણ જિલ્લા પંચાયત હેઠળના ગ્રામ્‍ય વિસ્‍તારોને પણ તાકીદે મદદરૂપ થઈ શકાય તે માટે દરેકને પત્ર લખી મોટી રકમનો આર્થિક સહયોગ કરવા ઉપરાંત આ દિશામાં કોરોના વાયરસ સામે લડવા વહીવટી તંત્ર સાથે બધી જ કોર્પોરેટ સંસ્‍થાઓને તાત્‍કાલિક યોગ્‍ય પગલા લેવા માટે સાંસદ શ્રી પૂનમબેન માડમ દ્વારા સૂચન કરવામાં આવ્‍યુ છે.

 

(1:01 pm IST)