સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

અમરેલી જિલ્લામાં લોકડાઉન સંદર્ભે વહીવટી તંત્રનો એક્‍શન પ્‍લાન તૈયાર : જીવન જરૂરી ચીજવસ્‍તુઓનો ભાવ વધારો કોઇપણ સંજોગોમાં ચલાવી નહિ લેવાય

 

* લોકડાઉનનો અમરેલી જિલ્લામાં ચુસ્‍તપણે અમલઃ કામ સિવાય બહાર નીકળવા ઉપર પ્રતિબંધઃ કાયદાના ભંગ બદલ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના

* જિલ્લામાં દૂધ, શાકભાજી, કરિયાણું જેવી તમામ જીવન જરૂરિયાતની ચીજવસ્‍તુઓનો પૂરતો જથ્‍થો ઉપલબ્‍ધ કરાવવા વહીવટી તંત્ર સજ્જ

* ચીજવસ્‍તુઓનો ભાવ વધારો નહિ ચલાવી લેવાયઃ આજથી જ તંત્રની ટીમ કાર્યરત

* અમરેલી શહેરમાં વોર્ડ વાઈઝ શાકભાજી, દૂધના વિતરણ માટેના આદેશો અપાયા

* અમરેલી શાકમાર્કેટ ફોરવર્ડ ગ્રાઉન્‍ડ સ્‍થળાંતર કરવામાં આવી

* કોઈપણ જગ્‍યાએ વ્‍યક્‍તિઓ વચ્‍ચે ૧-૧ મીટરનું અંતર રાખવા સૂચના

* લોકોને વધુ અપડેટ મેળવવા ટવીટરના @CollectorAmr, @InfoAmreliGoG, @DDOAmreli અને @SP_Amreli એકાઉન્‍ટ્‍સ ફોલો કરવા સૂચના

* જિલ્લાના દરેક ગામે દૂધ ઉપલબ્‍ધ કરાવવા અખબારી વિતરણના અગ્રણીઓ મદદ કરશે

* જિલ્લા કલેકટરશ્રી દ્વારા વેપારી સંગઠન અને અખબાર વિતરણ સંગઠનના અગ્રણીઓ સાથે બેઠક યોજાઈ

* મોટા શહેરોથી ગામમાં આવતા લોકોની યાદી તૈયાર કરવા સૂચના : ગામના સરપંચોને જવાબદારી સોંપાઈ

* દુકાનો ચાલુ રાખવા ચોક્કસ સમયગાળો નિયત કરાશે

* આર્થિક રીતે સક્ષમ લોકો માટે દૂધ, શાકભાજીની હોમ ડિલિવરીનું આયોજન

* જેને આર્થિક રીતે ન પોસાતું હોય એવા લોકોને દુકાનો ઉપર પ્રાયોરિટી અપાશે

* કામ સિવાય બાઈકો ઉપર રખડતા યુવાઓ સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાશે

* વડીલોએ ૩૦ વર્ષથી નીચેના યુવાઓ બહાર ન નીકળે તેની તકેદારી રાખવા તાકીદ.

(1:00 pm IST)