સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

કોરોના વાયરસને ભગાડવા માટે તુલસીનો રસ લીંબુ પાણી પીવો

અમરેલીઃ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ સામે દેશવાસીઓ લડી રહયા છે તેવા સમયે દરેક નાગરીકને ઘર બેઠા દેશી ઉપચારના માધ્‍યમથી કોરોનાને મ્‍હાત કરવા લોકજાગૃતી અર્થે અસરકારક ઉપચાર યુવા અગ્રણી મનીષ સંઘાણીએ દર્શાવાયા છે તેમા ખાસ કરીને તુલસીના પાન ચાવવા, લીંબુ પાણી વિવિધ પ્રકારના ફ્રુટ જયુસ, નાળીયેર પાણી વિગેરે મોટા પ્રમાણમાં લેવા અપીલ કરી છે.

સંઘાણીએ વધુમાં જણાવેલ છે કે શરીરમાં વિટામીન એ અને સીની ઉણપ દુર કરવા પ્રવાહી ઘટક ખુબ જ ફાયદાકારક હોવાથી મોટા પ્રમાણમાં લેવા ઉપરાંત તુલસી, લીંબુ, નાળીયેર અને ફ્રુટ મોટાભાગે ઘરમાં હોય છે. ઉપરાંત જરૂરત સમયે બજારમાંથી સરળતાથી મળી શકતા હોવાથી કોરોના સામેની લડતના આ સહેલા ઉપાયને અપનાવવા લોકોને અપીલ કરી છે.મનીષ સંઘાણીએ સાથોસાથ એ પણ જણાવેલ છે કે ગભરાવ નહી, વિના કારણ બહાર ન નિકળો, બિનજરૂરી દવાઓ કે લેબોરેટરી તપાસ ન કરાવો, સરકારશ્રીના આદેશનું ચુસ્‍તપણે પાલન કરો, પોલીસના કાર્યમાં સહકાર આપો તેમ ઉપચારના અંતમાં જણાવેલ છે.

(12:58 pm IST)