સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

જુનાગઢમાં પુર્વ પતિની દાદાગીરીઃ પુર્વ પત્નીના ઘરમાં ઘુસી રૂા.૧.૧૪ લાખની મતાની લુંટ ચલાવી

બે શખ્સો સામે મહિલાની ફરીયાદ

 જુનાગઢ, તા., ર૬: જુનાગઢમાં પુર્વ પતિએ દાદાગીરી કરી પુર્વ પત્ની ઘરમાં અન્ય એક શખ્સ સાથે ઘુસીને રૂા.૧.૧૪ લાખની મતાની લુંટ ચલાવતા સનસનાટી મચી જવા પામી છે.

આ બનાવની વિગતો એવી છે કે જુનાગઢના ઝાંઝરડા રોડ વિસ્તારમાં આવેલ મહેશનગર સ્થિત ભુમી એપાર્ટમેન્ટમાં રહેતા પ્રજ્ઞાબેન રાજેન્દ્રભાઇ ગજ્જર (ઉ.વ.૩૮) ઙ્ગઅને નરેન્દ્ર ઉર્ફે નાથો રાવલીયાનાં છુટાછેડા થયેલ છે.

આમ છતા પુર્વ પતિ નરેન્દ્ર રાવલીયા મંથન નામના શખ્સ સાથે ગઇકાલે બપોરના પુર્વ પત્ની પ્રજ્ઞાબેનનાં ઘરે ધસી ગયો હતો.

બાદમાં ઘરમાં પ્રવેશી પ્રજ્ઞાબેન તથા તેની પુત્રીનો મોબાઇલ ફોન તેમજ બન્નેના ગળામાંથી સોનાનો ચેન ઉપરાંત પર્સમાં રહેલ રૂા. ર૦ હજારની રોકડ સહીત કુલ રૂા.૧,૧૪,૯૦૦ની મતાની લુંટ ચલાવી બંને નાસી ગયા હતા.

(12:57 pm IST)